આંધ્રપ્રદેશના રાયચોટી ખાતે રહેતા રણજીતકુમાર તથા તેના મિત્ર ચૈતન્ય કુમાર રેડી પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને તા. ૩-૦૪-૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે ગાય તેમજ ભેંસની ખરીદી કરવા સારૂ આવેલ હતા અને રાજકોટ હાઇવે, વડાલ ગામ પાસે આવેલ ગેલેક્ષી હોટલમાં ચા-નાસ્તો કરવા રોકાયેલ હતા તે દરમ્યાન આંધ્રપ્રદેશના રણજિતકુમારનો એલ.જી. કંપનીનો મોબાઈલ ફોન આશરે કિંમત રૂા. ૭૫,૦૦૦ નો ત્યાં ગુમ થઈ ગયેલ હતો. જે મોબાઈલની કિંમત વધારે હોય, સાથે સાથે મોબાઈલમાં રણજીતકુમારની ફલાઈટની ટિકિટની પીડીએફ ફાઈલ, કોરોના રિપોર્ટની પીડીએફ ફાઈલ તેમજ બેંકના તમામ ઓનલાઇન વ્યવહાર થતા હોય મોબાઇલનો ડેટા ખૂબ જ અગત્યનો હતો અને મોબાઇલ વગર પોતે મુશ્કેલીમાં મુકાઇ જાય તેમ હોય આ બાબતની જાણ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એસ.એન.સગારકા તથા સ્ટાફને કરી પોતાની સંપૂર્ણ વિગત જણાવતા તેમના દ્વારા જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તથા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહપવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એન.સગારકા, અને સ્ટાફનાં કમલેશભાઈ રાઠોડ, ભદ્રેશભાઈ રવૈયા, કરણભાઈ, નરેન્દ્રભાઈ , દેવેનભાઈ, અજયભાઈ, ભરતભાઈ, રાહુલભાઈ તેમજ જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ પી.એચ.મશરૂ, અને સ્ટાફનાં રાહુલગીરી મેઘનાથી, અંજનાબેન, પાયલબેન સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા અશોક લેલેન્ડ ગાડીનોચાલક આજુબાજુ નજર કરી કોઈ દેખાણું નહિ એટલે મોબાઈલ ફોન લઈને જતો રહ્યો હતો. સાબલપુર ચોકડી તથા શહેરના કેમેરામાં ચેક કરી નંબર શોધી કાઢેલ હતો જે અશોક લેલન ગાડી ના નંબર જીજે ૨૭ એકસ ૮૫૬૩ જાણવા મળેલ હતો. અશોક લેલેન્ડ ગાડીના નંબર આધારે ગાડીના ડ્રાઈવરનું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું અને તેનો સંપર્ક કરતા પોતાને મોબાઇલ ફોન ગેલેક્ષી હોટેલ પાસેથી મળ્યાનું કબુલ્યું હતું. આજના યુગમાં માણસો પ્રામાણિકતા દાખવી અન્ય વ્યક્તિનો મળેલો સામાન પરત આપે છે તેવા સમયે અશોક લેલેન્ડ ગાડીના ચાલકની દાનત બાબતે જૂનાગઢ પોલીસ દ્વારા વાહનમાલિકને ઠપકો પણ આપેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા આંધ્રપ્રદેશના ચૈતન્યકુમાર રેડીનો મોબાઇલ સહી સલામત પરત કર્યો હતો. પોતાના કિંમતી મોબાઈલમાં અગત્યની ડીટેઇલ સાથેનો મોબાઇલ ગુમ થતાં, હવે મળશે કે કેમ..? તેવા વિચારે આંધ્રપ્રદેશ રાજ્યના યુવકને જૂનાગઢ પોલીસનો અલગ જ અનુભવ થયો હતો અને પોતાનો કિંમતી મોબાઇલ કિંમતી ડીટેઇલ સાથેનો મોબાઇલ પરત મળતા અને જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી મોબાઈલ પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ચૈતન્યકુમાર રેડીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews