જૂનાગઢમાં મહેતા નિદાન કેન્દ્ર ખાતે કોવીડ-૧૯ અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયો

0

શ્રી સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી રમેશભાઈ શેઠની યાદી જણાવે છે કે, મહેતા નિદાન કેન્દ્ર શ્રી જૈન સંઘની વાડી ખાતે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢનાં નેજા હેઠળ જૈન સોશ્યલ ગ્રુપ જૂનાગઢ તથા સંગીની ફોરમ જૂનાગઢના સહયોગથી કોવિડ-૧૯ વેક્સિન મુકવાનો કાર્યક્રમ જૂનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશનના સહકારથી યોજાયો હતો. આ રસીકરણનો લાભ લગભગ ૨૭૦ ઉપરાંત લોકોએ લીધો હતો. રસીકરણ કાર્યક્રમમાં શરૂઆતથી અંત સુધી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ લલિતભાઈ દોશી, મંત્રી અમિતભાઈ મોદી, કમલેશભાઈ અવલાણી, રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ઉદાણી, મહેતા કેન્દ્રના ચેરમેન બિપીનભાઇ કામદાર, સહમંત્રી અશોકભાઈ ટોલીયા તથા અભયભાઈ પારેખ, ખજાનચી અશ્વિનભાઈ અવલાણી, ભૂતપૂર્વ પ્રમુખ વી.એસ. દામાણી, જૈન સોશ્યલ ગ્રુપનાં..પ્રમુખ ડો.અરૂણભાઈ કોઠારી, મંત્રી કલ્પેશભાઈ પારેખ, ડો.નરેન્દ્રભાઈ કોઠારી, ડો.રાજુભાઈ શાહ, ભૂતપૂર્વ પ્રમુખ હસમુખભાઈ મોદી, કિશોરભાઈ અજમેરા અને કોર્પોરેશન સેક્રેટરી કલ્પેશભાઈ ટોલીયા વગેરેએ આ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ઉપરાંત સંગીની ફોરમના પ્રમુખ સેજલબેન પારેખ, ભૂતપૂર્વ પ્રમુખ ચાર્મીબેન મોદી, ગીતાબેન કોઠારી, ખજાનચી અલકાબેન મોદી, ઉર્વીબેન વસાણી, આશાબેન પારેખ, અનિલાબેન મોદી અને રાજેશ્રીબેન ખેતાણીએ પણ વેક્સિન મૂક્યા પછી દરેક વ્યક્તિઓને બેસાડી પાણી તથા શરબત આપી વિશેષ સારસંભાળ લીધી હતી. આ કેમ્પમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગનાં ડો.બારૈયા અને સ્ટાફે પ્રસંશનીય કામગીરી કરી હતી. કેમ્પમાં જૂનાગઢના ડો. વિનીત જલંધરા કે જેે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના નિષ્ણાંત છે તેમણે કેમ્પમાં ઉપસ્થિત રહી દર્દીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ શ્રી સ્થાનકવાસી જૈન સંઘનાં સભ્ય ભાઈ,બહેનો, ઉપરકોટ વિસ્તારનાં રહીશો તેમજ વણિક સમાજનાં ભાઈઓ, બહેનો કે જેમણે માસ્ક પહેરી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવી, વેક્સિન મુકાવી હતી. આ તકે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા પણ મુલાકાતે આવેલા હતા.
આ પ્રસંગે મહેતા નિદાનકેન્દ્રનાં ચેરમેન બીપીનભાઈ કામદારે ફ્રી માસ્કનું વિતરણ કર્યું હતું. પગથીયા ન ચડી શકતા વૃધ્ધોને નીચે પાર્કિંગમાં જઈને નર્સિંગ સ્ટાફે રસીકરણ કરેલ હતું. આજ નર્સિંગ સ્ટાફે જૂનાગઢમાં બિરાજતા પ.પૂ.વંદનીય સરલાબાઈ મહાસતીજીને ઉપાશ્રય ખાતે વેક્સિન આપી હતી. આ તકે વણિક અગ્રણી અમિતભાઈ ચરાડવા તથા કોકો બેંકના ચેરમેન આશીષભાઈ પારેખ પણ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!