પ એપ્રિલ રાષ્ટ્રીય વહાણ દિવસ

0

૧૯૧૯ની પમી એપ્રિલે સિંધીયા સ્ટીમ નેવીગેશનનું પ્રથમ જહાજ બ્રિટીશર એમ.એસ. લોયેસ્ટીએ મુબઈથી લંડન જવા રવાના કર્યુ હતું. જે ઘટના ભારતીય વહાણવટા વિકાસના યુગનો પ્રારંભ હતો. દરિયાઈ સાહસીક દરીયાઈ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વર્ષ ૧૯૬૪થી સમગ્ર ભારતમાં વહાણવટા દિવસની ઉજવણીનું આયોજન નકકી કરાયું હતું.
સોમનાથ-વેરાવળનો અફાટ દરિયો રાષ્ટ્રીય, કુદરતી, ધમધમતા વેપારવણજની અનેક ઘટનાઓનો સાક્ષી છે. લકડીયા હોડી, હલેસા હોડી, સઢવાળા વહાણોથી લાકડાની બોટોથી માંડી ફાયબર બોટો, દેશી અનુમાનોનેથી સંદેશાની આપલે થતી હતી હવે અદ્યતન કિનારો ઓળખવાની જીપીએસ પધ્ધતિ વહાણનાં ખલાસીઓને મધ દરીયે મળે છે. આજે વોકીટોકી, મોબાઈલ અને અદ્યતન સંદેશા વ્યવહાર સુધી પહોંચેલા સોમનાથ-વેરાવળ બંદરની અનોખી દાસ્તાન છે. વેરાવળ અત્યારે બંદર છે તે પહેલાનાં સમયમાં પ્રભાસ પાટણનું ગણાતું હતું એમ પ્રભાસનાં ઈતિહાસ લેખક જે.ડી. પરમાર ‘સોમનાથ વર્તમાન’માં જણાવેલ છે. ૧૯૮૮માં વેરાવળ બંદરમાં ૭૦ વહાણો બંધાયા હતાં. સ્ટીમરમાં મુંબઈ-વેરાવળનું ભાડુ સાડા પાંચ રૂપિયા હતાં. વેરાવળ-પાટણને જાેડતો એક રીવોલ્વીંગ બ્રીજ હતો. શેઠ જગડુશા નામની ગુજરાતી ફિલ્મનું શુટીંગ વેરાવળનાં દરીયામાં થયેલ હતું. ૧૯૯૭માં ૩ લાખ ૩૧ હજાર ર૭૩ ટનની માલની આયાત નિકાસ થઈ હતી. રવાના કર્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!