વેરાવળમાં ગૌવંશ હત્યા અને તસ્કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનનાં કાર્યકરો આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા

0

વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં ચોકકસ લોકો દ્વારા ગૌહત્યા અને ગૌતસ્કરી કરાઇ રહી છે. આ ગેરકાયદેસર  પ્રવૃતિ આચરતા ગુનેગારો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે શનિવારે વેરાવળમાં હિન્દુ યુવા સંગઠન પ્રમુખ આમરણાંત ઉપવાસ ઉતરતા જ તંત્ર દોડતુ થયેલ અને થોડીવારમાં જ પોલીસે ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિત હિન્દુ સંગઠનના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
વેરાવળમાં શનીવારે સવારે નવ વાગ્યાથી રીંગરોડ ઉપર આવેલ દુઃખભંજન હનુમાન મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ જતીનબાપુ ગૌવંશની હત્યા અને તસ્કરી કરતા આરોપીઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા હતા. આ તકે તેમના સમર્થનમાં સંગઠનના અનેક કાર્યકરો ઉપર ઉપવાસમાં જાેડાયા હતા. આ અંગે સંગઠનના કાર્યકર શૈલેષ મેસવાણીયાએ જણાવેલ કે, વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લામાં ગૌવંશની હત્યા અને તસ્કરીના અસંખ્ય ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. જે પૈકી અમુક ગુનાના આરોપીઓ પાસા તળે જેલમાં પણ ધકેલાય છે પરંતુ તેઓ પાસામાંથી પણ તાત્કાલીક છુટી જાય છે અને ફરી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ આચરી રહયા છે. ત્યારે ગૌવંશની હત્યા અને તસ્કરી પણ એક સંગઠિત ગુનાખોરી છે અને આરોપીઓ એકબીજા સંગઠીત થઈ ગુનો આચરે છે. ત્યારે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંકુશમાં લેવા અમલમાં લવાયેલા નવા ગુજસીટોક કાયદા હેઠળ આવા આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અમારી સંગઠનની માંગણી છે. આ મુદ્દે સરકારમાં અનેકવાર લેખિત-મૌખિક રજુઆતો કરી હોવા છતાં નક્કર કાર્યવાહી ન થઇ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હિંદુ યુવા સંગઠનના હોદેદારો અને કાર્યકરો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ હોવાની જાણ થતાં વેરાવળ પોલીસનો કાફલો પણ દુઃખ ભંજન હનુમાનજી મંદિર ખાતે દોડી જઇ પોલીસ સ્ટાફે ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિતના કાર્યકરોની અટકાયત કરી તમામને પોલીસ વાનમાં બેસાડી પોલીસ ચોકીએ લઈ ગયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!