મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુનાં ૯૩માં જન્મદિવસની ઉજવણી

0

શ્રી ભારતી આશ્રમ, સરખેજ ખાતે પૂ. વિશ્વંભર ભારતીબાપુનાં ૯૩ માં જન્મોત્સવ નિમિતે સંત ભંડારો તેમજ સંતવાણી યોજાઈ હતી. આ તકે મહામંડલેશ્વર કલ્યાણ ભારતી બાપુ, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહંત હરિહરાનંદ ભારતીબાપુ, મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજ, અમરધામ લાલગેબી આશ્રમ ગાદીપતિ ભરત બાપુ , અધ્યાત્માનંદ મહારાજ,લઘુ મહંત ઋષિ ભારતીબાપુ તેમજ લઘુમહંત મહાદેવ ભારતીબાપુ તેમજ સનાતન ધર્મની તમામ વિચારધારાના સૌરાષ્ટ્ર ગુજરાતભરના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાતના ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવી, નિલેશ ગઢવી, મયુર દવેની સંતવાણી યોજાઈ હતી. ચેરિટી કમિશ્નરશ્રી શુક્લા, અધિક કલેકટરશ્રી વોરા, અમદાવાદ શહેરના નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક તેમજ વેજલપુર વિધાનસભાના તમામ કાઉન્સિલર, સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ સમગ્ર ગુજરાતમાંથી સેવક પરિવારોએ ઉપસ્થિત રહી અને પૂ.બાપુને શુભેચ્છા પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews