સોરઠમાં આકરા તાપ વચ્ચે જનજીવન પ્રભાવિત : હજુ પણ ઉનાળો બનશે આકરો

0

જૂનાગઢ સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રભરમાં હિટવેવની સ્થિતિ વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે. આગામી દિવસોમાં વધુ આકરો તાપ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે કરી છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ૫ દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. દરમ્યાન રવિવારે મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી જતા ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ ઉપર વાહનોની અવર-જવર ઘટી જવા પામી હતી. દરમ્યાન હજુપણ મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. જૂનાગઢમાં ગત મંગળવારે મહત્તમ તાપમાન ૩૮.૧ ડિગ્રી હતું. ત્યાર બાદ સતત ૫ દિવસ સુધી ગરમીમાં વધારો થતો જાેવા મળ્યો છે. બુધવારે ૩૯.૧, ગુરૂવારે ૩૯.૪, શુક્રવારે ૩૯.૯, શનિવારે ૪૦.૨ અને રવિવારે ૪૧ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી ગયું હતું. રવિવારે રજાના દિવસે સૂર્યનારાયણ ભગવાને આકાશમાંથી અગ્નિ વરસાવતા ખાસ કરીને તેની અસર બપોરના સમયે જાેવા મળી હતી. મોટાભાગના લોકો ઘરમાં જ પૂૂરાઇ રહ્યા હતા પરિણામે રસ્તાઓ ઉપર અવર-જવર ઘટી જવા પામી હતી. રસ્તાઓ ઉપર એકલ દોકલ વાહનનો જ નજરે પડ્યા હતા. દરમ્યાન રવિવારે લઘુત્તમ ૨૨.૭, મહત્તમ ૪૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૮૫ ટકા અને બપોર બાદ ૨૮ ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ ૫.૧ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. દરમ્યાન હજુપણ ગરમીમાં વધારો થવાની સંભાવના વ્યકત થઇ રહી છે.
અમરેલી પંથકમાં આકરી ગરમી
અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસોથી તાપમાન સતત ઉંચકાયેલું જાેવા મળી રહ્યું છે. જેને પગલે અહી કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. આજે શહેરનું મહતમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતું. આકરા તાપથી બપોરના સમયે માર્ગો પણ સુમસામ બની જાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!