કોરોનાનાં સંક્રમણનાં ખતરા સામે વંથલીનાં ટીકર ગામે સ્વૈચ્છીક લોકડાઉન

0

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ટીકર ગામે કોરોનાનાં કેસો મોટી સંખ્યામાં વધતા જતા સંક્રમણ સામે સાવચેતીનાં પગલા લેવામાં આવી રહ્યા છે. જેનાં ભાગરૂપે ટીકર ગામનાં લોકોએ ૧૦ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરેલ છે અને આ ગામમાં પુરતી સાવચેતી રાખવામાં આવેલ છે. દરમ્યાન કોરોનાનાં સંક્રમણનાં સમયે ટીકર ગામનાં લોકોએ સાવચેતી માટે જે પગલા લેવામાં આવી રહ્યા છે તે સમજદારી પૂર્વક અને આવકારદાયક પગલું છે તેમ જણાવી જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સોૈરભ પારઘીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં સંક્રમણનાં કેસોની સામે ટીકર ગામે ખાતે પણ કોરોનાનાં ટેસ્ટ માટે આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે અને જાેઈતી અને જરૂરી સુવિધા માટે તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું. દરરોજ ટેસ્ટીંગ કરાશે તેવી વ્યવસ્થા ગોઠવી છે. છેલ્લા થોડાક દિવસોથી રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં કેસમાં વધારો જાેવા મળ્યો છે. ત્યારે જૂનાગઢના વંથલી તાલુકાના ૩૦૦૦ની વસ્તી ધરાવતા ટીકર ગામે ૧૪ જેટલાં પોઝેટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. તેમજ ૨ લોકોના મૃત્યું થતાં ટીકર ગામના લોકોએ સ્વૈચ્છીક લોકડાઉન રાખવાનો ર્નિણય લીધો છે. આ અંગે ગામના સરપંચ લક્ષમણભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, છેલ્લા
૩ દિવસથી કોરોનાના કેસો વધતા તેમજ ૨ લોકોના મૃત્યું થતા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગામ લોકોએ સ્વૈેચ્છીક લોકડાઉનનો ર્નિણય કર્યોં  છે.  જેમાં હાલ ૧૪ જેટલાં કેસ પોઝેટીવ નોંધાતા આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જરૂરિયાત ચીજવસ્તું માટે ગામના વેપારીઓને બે કલાક સવારે તેમજ બે કલાક સાંજે દૂકાન ખોલવા જણાવ્યું છે. તેમજ ગામના લોકોને જરૂરી કામ વગર બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનિટાઇઝર તેમજ દવાનો છંટકાવ કરવામાં આવશે. હાલ ૧૦ દિવસનું સ્વેૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે ગામલોકો તેમજ વેપારીઓ સાથે ચર્ચા કરી લોકડાઉનનો સમય પણ વધારવામાં પણ આવશે તેમ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!