જૂનાગઢ : એપલ આઈફોનનાં ડુપ્લીકેટ એસેસરીઝનું વેંચાણ કરતા શખ્સો સામે ગુનો નોંધાયો

0

જૂનાગઢમાં એપલ આઈફોનનાં ડુપ્લીકેટ એસેસરીઝનું વેંચાણ કરતા શખ્સો સામે પોલીસે કોપીરાઈટ ભંગનો ગુનો નોંધ્યો છે. આ અંગેની બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ અમદાવાદમાં રહેતા વિશાલસિંહ હિરાસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, શહેરનાં વણઝારીચોક, જયશ્રીરોડ અને તળાવ રોડ ઉપર દુકાન ધરાવતા આરોપીઓ જયેશ ઉર્ફે જેકી પ્રદિપભાઈ હરવાણી, જીતેન્દ્ર ભગવાનદાસ સંતાણી, ઉમંગભાઈ ગોપાલભાઈ ફળદુ અને પ્રિયેશ ભરતભાઈ રાયચુરાએ એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ પોતાની દુકાનોમાં વેંચાણ કરવાના ઈરાદે રાખી એપલ કંપની સાથે છેતરપીંડી કરી છે. આ શખ્સોની દુકાનમાંથી પોલીસે એપલ કંપનીના આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝ નંગ ૬ર૬ જેની કિંમત રૂા. ર,૯૪,રપ૦ થાય છે. આ તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને પોલીસે અટક કરી તમામ વિરૂધ્ધ કોપીરાઈટ એકટની કલમ ૬૩ અને ૬૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews