જૂનાગઢમાં બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ, હરીઓમનગર નાકા પાસેથી બી ડીવીઝન પોલીસે જીત તુષારભાઈ જાેષીને બાઈક નં. જી.જે. ૧૧- આર. ૩૭૧૦ ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો ઝડપી લઈ દારૂની બોટલ નંગ ૪ સહિત કુલ રૂા. ર૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ જૂનાગઢનાં હિતેષ કારીયાએ આપેલો હોવાની જીતે કબુલાત કરી હતી. આથી પોલીસે જાેષીપરા, આદિત્યનગર માર્કેટ પાછળ પાણીના ટાંકા પાછળ રહેતા હિતેષ નરોત્તમભાઈ કારીયાના મકાનમાં રેડ કરતાં ત્યાંથી રૂા. ૪,૪૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી. આ દારૂ રામો લંગડો રીક્ષાવાળાએ આપેલ હોવાની કબુલાત કરી હતી. પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews