કૂવામાં અકસ્માતે ડૂબી જતા બિલખાના યુવાનનું મોત

0

બિલખાના યુવાનનું કૂવામાં ડૂબી જતા મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા જૂનાગઢ ફાયરની ટીમે યુવાનને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ બંધાળા નજીક રાવત સાગર તળાવ પાસે બિલખા ગ્રામ પંચાયતનો પાણી પુરવઠા હસ્તકનો કૂવો આવેલો છે. આ કૂવામાં મોટર ખરાબ થઇ ગઇ હતી. પરિણામે બિલખાના હરસુખભાઇ બચુભાઇ કુંવરીયા(ઉર્ફે સુખાભાઇ) મોટર બહાર કાઢવા માટે સવારના ૧૦ઃ૩૦ વાગ્યે કૂવામાં ઉતર્યા હતા. દરમ્યાન અકસ્માતે હરસુખભાઇ કૂવામાં પડી ગયા હતા. બાદમાં આ અંગેની જૂનાગઢ મનપાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયરની ટીમના કમલેશભાઇ, યશપાલભાઇ, દેવાયતભાઇ, રાજીવભાઇ વગેરે દોડી ગયા હતા અને ૨ઃ૩૦ વાગ્યાથી કૂવામાં શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન બપોરના ૩ઃ૦૦ વાગ્યા આસપાસ હરસુખભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews