વંથલી પંથકનાં ગામડાઓમાં ભેદી ધડાકાથી લોકોમાં ગભરાટ

0

વંથલી તાલુકાના રવની, નાંદરખી, નરેડી, બરવાળા, સાંતલપુર ગામમાં ગઈકાલે બપોરે ૧૧ વાગ્યા આસપાસ ભેદી ધડાકો થયો હતો. આ ધડાકાનાં જાેરદાર અવાજથી થોડી સેકન્ડ માટે ધરતી ધ્રુજી હતી. અને લોકો ભુકંપ આવ્યાનું માની ઘર બહાર નીકળી ગયા હતા. પરંતુ આ ભેદી ધડાકાનું રહસ્ય અકબંધ રહ્યું હતું. કદાચ સુપરસોનીક વિમાન નીકળ્યું હોય તેમાંથી આવો અવાજ થયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews