ચૈત્રી નવરાત્રી દરમ્યાન બેઠા ગરબાનો કાર્યક્રમ રદ

0

આગામી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રી લો.મ.જુ. પ્રેરીત શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ તથા મહાજનના આશીર્વાદથી કાર્યરત નયના મેડમ રઘુવંશી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે પંચહાટડી ચોકમાં આવેલ નગરશેઠની હવેલી/મંદિર ખાતે સર્વ જ્ઞાતિના બહેનો દ્વારા દરરોજ બેઠા ગરબા ગાવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જે વર્તમાન કોરોના કાળને ધ્યાને રાખીને રદ કરવામાં આવેલ છે. જેની ધર્મપ્રેમી બહેનોએ નોંધ લેવા પ્રોજેક્ટ ચેરમેન મીનાબેન આર. પરપડા તથા ઇલાબેન ભૂપતાણીએ એક યાદી દ્વારા જણાવેલ છે. વિશેષમાં હાલના સંજાેગોમાં કોઈ પણ કાર્યક્રમના આયોજન નહી કરવા તેમજ આયોજન થાય તો તેમાં સામેલ ન થવા યાદીમાં અપીલ કરવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews