ગીર સોમનાથ જીલ્લામાં ૪૫ વર્ષથી વધુ વેકસીનેશનના કાર્યક્રમમાં લોકોનો પ્રતિસાદ ન મળતા તંત્ર હરકતમાં આવ્યું

0

રાજય સરકારે તા.૧ એપ્રીલથી ૪૫ થી વધુ વર્ષના લોકોને વેકસીનના ડોઝ આપવાનું શરૂ કર્યુ છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં આ વયગાળાના લોકો વેકસીનેશન લેવા બાબતે ઉત્સુહક ન હોવાથી સમગ્ર જીલ્લાકમાં ફકત ૨૨ ટકા લોકોને જ વેકસીનેશન થઇ શકયુ છે. ત્યારે આ વેકસીનેશન કાર્યક્રમમાં ઝડપ લેવા જીલ્લા વહીવટી તંત્રએ ટીડીઓ, ચીફ ઓફીસર, મામલતદાર સહિતના અધિકારીઓને સુચના આપી વધુમાં વધુ લોકો  વેકસીન લે તે બાબતે કો-ઓડીનેશન કરવાની જવાબદારી સોંપી છે.
આ અંગે માહિતી આપતા ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશએ જણાવેલ કે, જીલ્લામાં પ્રથમ રાઉન્ડમાં તમામ વિભાગોના કોરોના વોરીયર્સને વેકસીનેશન કરી ૧૦૦ ટકા સિધ્ધી પ્રાપ્ત કરી છે. જયારે હવે ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેકસીનના ડોઝ આપવાનું ચાલુ છે. જેમાં સમગ્ર જીલ્લામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૨,૮૨,૩૮૧ લોકો છે જેમાંથી અત્યાર સુધીમાં ફકત ૬૦,૮૬૫ લોકોને વેકસીનેશન કરાયુ છે. આમ, વેકસીનેશનની માત્ર ૨૨ ટકા કામગીરી થઇ છે. કારણ કે, વેકસીનેશન બાબતે લોકોમાંથી તંત્રને જાેઇએ તેવો પ્રતિસાદ મળી રહયો નથી. જેથી જીલ્લામાં વેકસીનેશનના કાર્યક્રમને ગતિ આપવા માટે મામલતદાર, ચીફ ઓફીસર, ટીડીઓને સરપંચો, નગરસેવકો અને આગેવાનો સાથે વેકસીન લેવા બાબતે લોકોને પ્રેરીત કરવા બેઠકો કરી તેવી સુચના પણ જીલ્લા કક્ષાએથી આપવામાં આવી છે.
જીલ્લામાં ૪૫ થી વધુ ઉંમરના કેટલા લોકોએ વેકસીન લીધી
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ૪૫ થી વધુ ઉંમરના કુલ ૨,૮૨,૩૮૧ લોકો છે. જેમાંથી અત્યાર સુધીમાં ૬૦,૮૬૫ લોકો (૨૨ ટકા)એ વેકસીન લીધી છે. જેમાં તાલુકાવાઇઝ વાત કરીએ તો વેરાવળમાં કુલ ૭૧,૧૩૪ લોકોમાંથી ૧૩,૯૬૧ (૧૯.૬૩ ટકા)એ વેકસીનનો ડોઝ લીધો છે. કોડીનારમાં કુલ ૫૫,૬૯૮ લોકોમાંથી ૧૪,૨૯૩ (૨૫.૬૬ ટકા)એ વેકસીનનો ડોઝ લીધો છે. સુત્રાપાડામાં કુલ ૩૩,૪૬૭ લોકોમાંથી ૭,૦૨૮ (૨૧.૦૦ ટકા)એ વેકસીનનો ડોઝ લીધો છે. ગીરગઢડામાં કુલ ૩૨,૫૪૫ લોકોમાંથી ૬,૩૫૧ (૧૯.૫૧ ટકા)એ વેકસીનનો ડોઝ લીધો છે. તાલાલામાં કુલ ૩૩,૯૪૮ લોકોમાંથી ૯,૩૪૩ (૨૭.૫૨ ટકા)એ વેકસીનનો ડોઝ લીધો છે. ઉનામાં કુલ ૫૫,૬૫૧ લોકોમાંથી ૯,૮૮૯ (૧૭.૭૭ ટકા)એ વેકસીનનો ડોઝ લીધો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!