ગીર સોમનાથ જીલ્લામાં લગ્ન સમારોહમાં ૧૦૦ થી વધુ નહીં અને સામાજીક-રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ ફરમાવાયો

0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણના કારણે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જીલ્લામાં લગ્ન સમારોહમાં ૧૦૦ વ્યકિતથી વધુ એકઠા થવા ઉપર પ્રતિબંધ તથા રાજકીય-સામાજીક અને અન્ય મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. જાહેર કરાયેલા તમામ પ્રતિબંધો આગામી તા.૩૦-૪-૨૧ સુધી અમલમાં રહેશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૪ અને ગુજરાત એપેડેમિક ડીસીઝ એકટ-૧૮૯૭ અન્વયેના એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન -૨૦૨૦ના નિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ અજય પ્રકાશે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જેમાં સમગ્ર જિલ્લામાં તા.૧૦-૪-૨૦૨૧ થી લગ્ન/સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યક્તિઓ એકઠા કરી શકાશે નહીં. આ દરમ્યાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શન સુચનાઓ યથાવત રહેશે. તા.૭-૪-૨૦૨૧ થી તા.૩૦-૪-૨૦૨૧ સુધી જીલ્લા માં રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડાઓ ઉપર સંપુર્ણ પ્રતિબંધ રહેશે. કોઈપણ જાતના ગેઘરીંગમાં ૫૦ થી વધારે વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહી. જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તા.૩૦ એપ્રીલ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ-રવિવાર બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. આ જાહેરનામું તા.૩૦-૪-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!