એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેએ મનસુખ હિરેન હત્યા કેસમાં મુંબઈનાં ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંઘનાં આરોપોને સાચા ઠેરવતા દાવા કરી દીધા છે. સચિન વાઝેએ એનઆઈએને સનાસનાટી મચાવતા લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને રાજયનાં પરિવહનમંત્રી અનિલ પરબે તેમને હપ્તા ઉઘરાવવાનું કહ્યું હતું. અગાઉ પરમબીરસિંહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, દેશમુખે વાઝેને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા ખંડણી રૂપે ઉઘરાવી લાવી આપવા કહ્યું હતું. સચિન વાઝેએ દાવો કર્યો છે કે, અનિલ દેશમુખે તેમને ઓકટોબર ર૦ર૦માં સાહાદ્રી ગેસ્ટ હાઉસમાં બોલાવ્યો હતો અને મુંબઈમાં ૧૬પ૦ બાર અને રેસ્ટોરન્ટ પાસેથી હપ્તા ઉઘરાવવા લક્ષ્ય આપ્યું હતું. જાેકે વાઝેએ એમ પણ કહ્યું છે કે, તેમણે એમ કરવાની ના પાડી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews