૪ મહાનગરો ઉપરાંત ૧૬ અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્‌યુનો થશે કડક અમલ, નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી

0

હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબૂ લેવા માટે ૪-મહાનગરો ઉપરાંત ૧૬-અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્‌યુ લાગું કરવા સહિતના અનેક પગલાંઓ લેવામાં આવેલ છે. આ તમામ કાર્યવાહીનો ચુસ્ત અમલ થાય તે માટે રાજ્યના ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એક મીટીંગ રાખીને આ એકશન પ્લાનના ચુસ્ત અમલ માટે સૂચના આપવામાં આવેલ હતી. રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં તા.૦૭-૦૪-૨૦૨૧ના રોજ યોજવામાં આવેલ વિડીયો કોન્ફરન્સમાં કોરોના સંક્રમણ અંગે તમામ પોલીસ અધિકારીઓને સરકારની એસ.ઓ.પી. મુજબ અસરકારક કામગીરી કરવા આદેશ આપવામાં આવેલ છે. ખાસ કરીને જે નવા ૧૬-શહેરોમાં રાત્રી કર્ફ્‌યુ લાગું કરવામાં આવેલ છે તે સ્થળોએ પોલીસ દ્વારા લોકોને પહેલાં સમજાવટથી કર્ફ્‌યુનું પાલન કરવા માટે જાગૃત કરવા જણાવવામાં આવેલ છે. આ પ્રક્રિયાના ભાગરૂપે જરૂર જણાય ત્યાં અલગ-અલગ વેપારી એસોસિએશન, સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો વગેરેની મદદ લઇને લોકો સ્વયંભૂ કર્ફ્‌યુનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવશે. આમ છતાં, જાે રાત્રી કર્ફ્‌યુનું પાલન ન થતું હોય તેવી ઘટનાઓ ધ્યાને આવશે તો સંબંધીત એકમોને સીલ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. ઉપરાંત, લગ્નમાં હવેથી માત્ર ૧૦૦ લોકોની હાજરી અંગેની ગાઇડલાઇન તેમજ કોઇપણ પ્રકારના ધાર્મિક, સામાજીક કે રાજકીય મેળાવડામાં માત્ર ૫૦ લોકોની હાજરી અંગેની ગાઇડલાઇનનું પણ ચુસ્ત પાલન થાય તે માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવશે. આવી ગાઇડલાઇનનો ભંગ થતો ધ્યાને આવે તો તાત્કાલીક ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા પણ પોલીસ વડા દ્વારા તમામને સૂચના આપવામાં આવી છે. તેમજ જ્યાં વધુ ભીડભાડ વાળી જગ્યાઓ જેવી કે, શાકમાર્કેટ, લારી ગલ્લા જેવી હોટ સ્પોટ જગ્યાઓએ વિશેષ પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલીંગ રાખીને સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી હતી. તમામ શહેર જીલ્લાઓમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા બાબતે પ્રજામાં જાગૃતા લાવવા તથા માસ્ક ન પહેરનાર વિરૂધ્ધ જાહેરનામાનો ભંગ અંગે ગુજરાત એપીડેમીક ડીઝીસ એક્ટ,૨૦૨૦ મુજબ કડક કાર્યવાહી કરવા ઉપર ફરી રાજ્ય પોલીસ વડા દ્વારા ભાર મુકવા તમામ પોલીસ અધિકારીને સુચના આપેલ હતી. જેના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા.૦૬-૦૪-૨૦૨૧ના રોજ જાહેરનામા ભંગના કુલ-૫૪૯ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આવા ભંગ બદલ કુલ-૯૦૪ વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત, જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ-૧૦,૦૦૨ વ્યકિતઓ પાસે રૂા.૯૯,૭૫,૫૦૦/-નો દંડ વસુલ કરાયેલ છે. કરફયુ ભંગ બદલતથા એમ.વી. એકટ-૨૦૭ની જાેગવાઇઓના ભંગ બદલ કુલ-૬૭૨ વાહનો જપ્ત કરાયેલ છે.

error: Content is protected !!