‘દિલ વિધાઉટ બિલ’નાં નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લા ર૧ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હ્ય્દયરોગનાં ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડયું છે. અમદાવાદનાં આંગણે સેવાની આ સરવાણી ભૂલકાં માટે પણ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ કાશિન્દ્રાનાં માધ્યમથી વહી રહી છે. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે જે ભારતની સોૈથી મોટી બાળકો માટેની હ્ય્દય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે, કે જે બાળકોનાં હ્ય્દયનાં ઓપરેશન જેનો અન્ય કોઈપણ હોસ્પિટલમાં ૩ થી પ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્યે કરે છે. આ હોસ્પિટલ દ્વારા દેશનાં અલગ અલગ રાજયો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારના હ્ય્દય રોગનાં દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ખાસ બિહારથી ર૧ બાળકોને લાવીને સારવાર શરૂ થઈ છે. આ સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી મનોજ ભીમાણીએ ગુજરાતનાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈપણ હ્ય્દયનાં દર્દી જેની માસીક આવક રૂા.ર૦ હજાર કરતા ઓછી હોય અને ઉંમર ૬૦ વર્ષ કરતા ઓછી હોય તે અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવી શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews