આઝાદિનો અમ્રુત મહોત્સવ અંતર્ગત યોજાએલ દાંડિ યાત્રામાં આખા દેશમાંથી ૮૧ વ્યકિતઓની પસંદગી થયેલી છે. જેમાં માંગરોળ તાલુકાના મકતુપુર ગામના સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નગર સંયોજક વિપુલભાઈ પરમારની પસંદગી થયેલ છે અને જેઓ આજે ૨૧ દિવસની પગપાડા દાંડિ યાત્રા સફળ રીતે પૂર્ણ કરી માંગરોળ પધાર્યા હતા. જેમનો સન્માન સમારોહ તાલુકા પંચાયત માંગરોળ ખાતે રાખેલ હતો. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ જેઠાભાઈ, ઉપપ્રમુખ, ગોવાભાઈ ચાંડેરા, તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમજ પૂર્વ મહામંત્રી તથા તાલુકા પંચાયત સદસ્ય બાલુભાઈ, કેતનભાઈ નરસાણા, સ્વામિવિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના તાલુકા સંયોજક રાકેશભાઈ યોગાનંદિ, અન્ય તાલુકા પંચાયતના સદસ્યો તથા સ્વામિ વિવેકાનંદ યુવા બોર્ડના સદસ્યો દ્વારા તેમનું સન્માન, ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આરેણા યુવા બોર્ડ તરફથી પોકેટ ગીતાજી આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews