કેશોદ તાલુકામાં ૯૫૦૦ હેકટરમાં ઉનાળું વાવેતર

0

કેશોદ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું ખેત પેદાશોમાં ૩૦૦ હેક્ટરનો વધારો બાજરી, મગ, અડદ, તલ, શાકભાજી, ઉનાળું મગફળી સહીત ૯૫૦૦ હેકટરમાં ઉનાળુું વાવેતર કરવામાં આવેલ છે. છેલ્લાં બે બે ત્રણ વર્ષોથી અતિવૃષ્ટિ અને લીલા દુષ્કાળ સાથે કમોસમી વરસાદથી ઉનાળું વાવેતરમાં વધારો થતો જાેવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૦૦ હેક્ટર ઉનાળું વાવેતર વધુ ગત વર્ષે ઉનાળું બાજરીનું ૩૫૦ હેકટરમાં વાવેતર થયું હતું. જેમાં આ વર્ષે ૩૦ હેકરના ઘટાડા સાથે ૩૨૦ હેકટરમાં ઉનાળુું બાજરીનું વાવેતર થયું છે. મગનું ગત વર્ષે ૧૫૦૦ હેકટરમાં વાવેતર થયું હતું જે આ વર્ષે ૬૦૦ હેકટરના વધારા સાથે ૨૧૦૦ હેકટરમાં વાવેતર થયું છે. અડદનું ગત વર્ષે ૩૫૦ હેકટરમાં વાવેતર થયું હતું. જેમાં ૧૦૨૫ હેકટરના વધારા સાથે ૧૩૭૫ હેકટરમાં વાવેતર થયું છે. ઉનાળું મગફળીનું ગત વર્ષે ૪૫૦ હેકટરમાં વાવેતર થયું હતું. ૧૭૫ હેકટરના ઘટાડા સાથે આ વર્ષે ૨૭૫ હેકટરમાં વાવેતર થયું છે. તલનું ગત વર્ષે ૫૫૦૦ હેકટરમાં વાવેતર થયું હતું. જેમાં ૧૨૫૫ હેકટરના ઘટાડા સાથે ૪૨૪૫ હેકટરમાં વાવેતર થયું છે. શાકભાજીનું ગત વર્ષે ૨૫૦ હેકટરમાં વાવેતર થયું હતું. જેમાં ૧૫ હેકટરના વધારા સાથે ૨૬૫ હેકટરમાં વાવેતર થયું છે. ઘાંસચારાનું ગત વર્ષે ૮૦૦ હેકટરમાં વાવેતર થયું હતું જેમાં ૧૨૦ હેકટરના વધારા સાથે ૯૨૦ હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે કુલ ૯૨૦૦ હેકટરમાં હેકટરમાં ઉનાળુું વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે ૯૫૦૦ હેકટરમાં ઉનાળુું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેશોદ તાલુકામાં ૩૦૦ હેેેક્ટર ઉનાળું વાવેતરમાં વધારો થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!