ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામ નજીક રોઝડુ આડું ઉતરતાં અકસ્માત, ૧ નું મૃત્યું

0

ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામ નજીક અકસ્માતનો બનાવ બનેલ છે. આ અંગે વડીયાના પ્રફુલભાઈ દુર્લભજીભાઈ રાવરાણી (ઉ.વ. પ૦)એ પોલીસમાં જાહેરાત કરી છે. આ કામના મરણજનાર તથા ફરિયાદી મોટરસાયકલ લઈને જતા હતા તે દરમ્યાન રાણપુર નજીક પૂલ પાસે પહોંચતાં રોઝડુ આડુ ઉતરતાં બંને નીચે પડી જતાં ફરિયાદીને નાની મોટી ઈજાઓ કરી તથા પોતાને ગંભીર ઈજા કરી પોતાનું મોત નિપજાવવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews