જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટી રહયો છે અને પરિસ્થિતિ દિવસે-દિવસે વણસી રહી છે ત્યારે જાે પ્રજા સ્વયં રીતે જાગૃતિ નહીં દાખવે તો તેના ભયંકર પરિણામ આવી શકે છે તેવી દહેશત પણ વ્યકત થઈ રહી છે. આ અખબારના માધ્યમથી જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ પ્રજાજનોને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે, સરકારશ્રીની અને કોવિડની ગાઈડલાઈન અનુસાર સંપૂર્ણ સાવચેતી રાખવી. વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝ થવું, માસ્કનો ઉપયોગ કરવો અને બને ત્યાં સુધી બીનજરૂરી બહાર ન નિકળવું અને વેકસીનેશન કરાવી લેવું એ જ સાચો ઉપાય છે.
ગત વર્ષે રર માર્ચના જનતા કફર્યુ બાદ લોકડાઉન વિવિધ તબકકામાં આવ્યું હતું ત્યારબાદ અનલોકના તબકકા પણ રહ્યા હતા. ગત વર્ષે જૂનાગઢ જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હતી. સરેરાશ જાેઈએ તો ગત વર્ષે શહેર અને જિલ્લાના મળીને રોજના ૧૭-૧૮ કેસોની લીમીટ રહી હતી. જયારે આ વર્ષે શરૂઆતથી જ કોરોનાના કેસોનો આંક સતત વધતો જઈ રહયો છે અને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એક જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં ૭૭ કોરોનાના કેસો નોંધાયા છે જે આંકડો દર્શાવી આપે છે કે, કોરોનાનું અતિક્રમણ સતત વધી રહયું છે. ગત વર્ષે સરકારીતંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસતંત્ર અને સંબંધિત તમામ વિભાગોની સતત કાળજીને કારણે કોરોનાના કેસો ઉપર નિયંત્રણ હતું જયારે આ વર્ષે પરિસ્થિતિ વિકટ બની રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની કુલ વસ્તી ૧પ લાખથી વધુ છે પરંતુ તેની સામે અત્યાર સુધીમાં માત્ર ૧,૯૧,પ૬૦ લોકોનું જ રસીકરણ કરવામાં આવ્યું છે. લોકોમાં પણ સંભવિત ડરને કારણે રસીકરણમાં નિરૂત્સાહ જાેવા મળી રહ્યો છે ત્યારે લોકોને જાગૃત કરી આગામી દિવસોમાં રસીકરણની કામગીરીને વધુ વેગવાન બનાવવાની જરૂર છે અને વધુને વધુ લોકો રસી મુકાવે તે અત્યંત જરૂરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews