મેંદરડા તાલુકાના સુરજગઢ ગામે રહેતા સોમાભાઈ આપાભાઈ વાળા (ઉ.વ. ૩૮)એ રાઠોડભાઈ વાલેરાભાઈ હુદડ, જીલુભાઈ વાલેરાભાઈ, મુન્નાભાઈ વાલેરાભાઈ, વનરાજભાઈ સીડા, દેવાયતભાઈ મેરામભાઈ, વલકુભાઈ દેવાયતભાઈ, રાઠોડભાઈ દાદાભાઈ ધ્રાખડા, પુંજાભાઈ દાદાભાઈ, દડુભાઈ દાદાભાઈ, રણભાઈ કાથડભાઈ વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓએ પોતાના ગેરકાયદેસર આવેલ સર્વિસોને જીઈબી તથા જંગલ ખાતાએ પકડી લીધેલ હોય અને ફરિયાદી તથા તેના ભાઈઓએ પકડાવી દીધા હોવાનો ખાર રાખી પૂર્વ આયોજીત કાવતરૂ રચી તલવાર, લોખંડના પાઈપ, લાકડીઓ ધારણ કરી ફરિયાદીના ભાઈ દેવકુભાઈ આપાભાઈ વાળાને તલવાર વતી ગંભીર ઈજા પહોંચાડી તેમજ સિધ્ધરાજભાઈ મુળુભાઈને જમણા પગના નળા ઉપર માર મારી ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં મેંદરડા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews