ભેંસાણ શહેર અને સમગ્ર તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા નાઈટ કર્ફયુ અંગે નિવેદન જારી કરેલ હતું જેનો ગઈરાતથી જ કડક અમલ શરૂ થયો છે. ભેંસાણ શહેરમા કોરોનાના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકારે ર૦ શહેરોમાં રાત્રી કર્ફયુ લગાડેલ છે ત્યારે ભેંસાણ શહેર અને સમગ્ર પંથકમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ ભુપતભાઈ ભાયાણી દ્વારા ગઈકાલે જાહેર નિવેદન પ્રસિધ્ધ કરેલ હતું જેમાં જણાવ્યા મુજબ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી શહેરીજનોએ રાત્રી કર્ફયુનો સ્વયંભુ અમલ કરવા તાકીદ કરેલ છે તેમજ દિવસ દરમ્યાન પાનના ગલ્લા, રસ ડેપો, સોડાપાર્લર, રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલ સુવિધા શરૂ રાખવા ઉપર પણ સરપંચએ ભાર મુકયો છે. આ અભિગમને ખુબ સારો લોકપ્રતિસાદ મળ્યો છે. આ અંગે વેપારી એસોસીએશનના પ્રમુખ મનસુખભાઈ વોરાએ વેપારીઓને માસ્ક પહેરી રાખવા અને ગ્રાહકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews