ભવનાથ અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ, લોકો માટે પ્રવેશ બંધી

0

હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૮ઃ૦૦ વાગ્યાથી સવારના કલાક ૬ઃ૦૦ વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં રાત્રી કરફ્યુ રાખવામાં આવેલ હોય તેમજ શનિવાર-રવિવાર બે દિવસ માટે ભવનાથ વિસ્તાર તથા વિલિંગ્ડન ડેમ ઉપર જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર ખાતે રાત્રી કરફ્યુના અમલ કરાવવા માટે તેમજ ભવનાથ વિસ્તાર તથા વિલિંગ્ડન ડેમ ઉપર પ્રવેશ બંધી કરવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રાજેન્દ્ર મહેતા સહિતનો પોલીસ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રાજેન્દ્ર મહેતા તથા સ્ટાફના હે.કો. ભીમાભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, રામદેભાઈ સહિતના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી, ભવનાથ વિસ્તારને સ્મશાન ત્રણ રસ્તા ખાતેથી સીલ કરી, લોકોને પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી, વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ભવનાથ વિસ્તારમાં પ્રવેશવા ઉપર જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય, જાહેરનામા ભંગ કરતા ઈસમો ઉપર જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ વધેલ હોય, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાનો અમલ કરવા તથા લોકોએ બિન જરૂરી બહાર નહીં નીકળવા જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હોય, લોકોને શનિ-રવીની રજામાં ફરવા નહીં જવા, બિન જરૂરી બહાર નહીં નીકળવા અને પોત પોતાના ઘરમાં જ રહેવા પણ જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. જાે કે જૂનાગઢવાસીઓ દ્વારા પણ પોતાની જવાબદારી સમજી, સમજદારી કેળવી, રાત્રી કારફ્યુનું ચુસ્ત પાલન કરી, જાહેરનામાનું પાલન પણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાવઢ શહેરમાં રાત્રી કરફ્યુના અમલ તથા ભવનાથ વિસ્તાર તેમજ વિલિંગ્ડન ડેમ ઉપર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, કડક હાથે કામ લેવા આયોજન કરવામાં આવેલ હોય, લોકોના સ્વાસ્થ્ય અંગે જરૂરી હોય, લોકોને દિવસ દરમ્યાન બિન જરૂરી બહાર નહીં નીકળવા તેમજ રાત્રી દરમ્યાન પોત પોતાના ઘરમાં જ રહેવા જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!