જૂનાગઢ સોનાપુરી ખાતે આજે એકી સાથે એક કલાકમાં ૧૩ જેટલી ડેડબોડી આવતા અગ્નિસંસ્કાર આપવામાં વેઇટિંગ જાેવા મળ્યું

0

હાલ સોશ્યલ મીડિયામાં કોરોનાના સંક્રમણને લઈને હોસ્પિટલો ઉભરાય હોય તેવા દ્રશ્યો વાયરલ થઇ રહ્યા છે. તો બીજી તરફ કોરોના અને કુદરતી રીતે અસંખ્ય મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગિરનાર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત સોનાપુરી ખાતે આજે સવારે ડેડ બોડીઓ એકી સાથે આવી પડતાં સોનાપુરી ખાતે આવેલી પાંચ લાકડાની ભઠ્ઠી અને ચાર ઈલેક્ટ્રીક ભઠ્ઠી એકી સાથે શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચાર જેટલી ડેટ બોડી વેઇટિંગમાં જાેવા મળી હતી જેને લઇને મૃતકને અંતિમ સંસ્કાર માટે લઈ આવતા ડાઘુઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો અહીં આવેલા ડાઘુઓના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક સુવિધાનો પણ અહીં અભાવ જાેવા મળ્યો હતો સાથે અહીં પોલીસ પ્રોટેકશન અને સોશ્યલ ડિસ્ટન્સનો પાલન કરાવે તેવી પણ માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews