કોરોના કહેર મચાવી રહયો છે એવા સમયે વેરાવળમાં જીલ્લાકક્ષાની સિવીલ હોસ્પીટલોમાં રસીકરણનો બીજાે ડોઝ ચાર દિવસથી ખાલી થઇ ગયો હોવાથી લોકો પરેશાન થઇ રહયા છે. તો વેકસીનેશન સ્થળ ઉપર લોકોને કોઇ જાણકારી ન મળતી હોવા અંગે સામાજીક કાર્યકરએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર સહિતનાને લેખીત રજુઆત કરી ઘટતુ કરવા માંગણી કરી છે. તો બીજી તરફ આરોગ્ય તંત્રએ પણ સ્વીેકારેલ કે કોરનાની રસીના બીજા ડોઝની શોર્ટેજ છે. આ ઉપરાંત બીજાે ડોઝ આપવાના સમયગાળાની ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકારે ફેરફાર કર્યો છે જેને લઇ થોડી અસંમજસની સ્થિતિ પ્રર્વતી હોવાનું જણાવી બચાવ કરેલ હતો.
વેરાવળના સામાજીક કાર્યકર ગોંવિદભાઇ ભાનુશાળીએ અધિકારીઓને કરેલ રજુઆતમાં જણાવેલ કે, હાલ કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. એવા સમયે શહેર અને પંથકના ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમણે એક માસ પૂર્વે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધેલ હતો. ત્યારે ૨૮ દિવસ બાદ બીજાે ડોઝ લેવા આવવાનું જણાવેલ હતુ. જે મુજબ વરીષ્ઠ લોકો વેરાવળ સિવીલ ખાતે બીજાે ડોઝ લેવા છેલ્લા ચારેક દિવસથી ધકકા ખાઇ રહયા છે. હાલ ઉનાળાના ધોમધખતા તડકામાં દુર દુરથી આવતા લોકો ડોઝ લેવા સવારથી લાઈનમાં ઉભા હોય છે અને જયારે તેમનો વારો આવે ત્યારે બીજા ડોઝની વેકશીન નથી તેવું જણાવવામાં આવે છે. જેથી દુર દુરથી આવતા વરીષ્ઠ લોકો પરેશાની ભોગવવા મજુબર થાય છે. તો હવે બીજાે ડોઝ કયારે આવશે ? ફરી કયારે લેવા આવવું પડશે ? તેની કોઇ ચોકકસ માહિતી જવાબદારો દ્વારા આપવામાં આવતી નથી. સિવીલમાં વેકસીનેશન સેન્ટરમાં નિયત સમયે ડોઝ આપવાનું શરૂ થતુ ન હોવાથી વરીષ્ઠ લોકોની લાઇનો લાગે છે. ત્યારે સેન્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા પણ કરાઇ નથી. જેથી ઉપરોકત મુજબ બીજાે ડોઝ વ્હેલીતકે જીલ્લામાં આવી જાય અને વરીષ્ઠપ લોકોને કયા દિવસે ? કેટલા વાગે ? આવવાનું રહેશે તે અંગે આયોજન કરવા ઘટતી કાર્યવાહી કરવા માંગણી છે.
બીજાે ડોઝ હવે ૪પ દિવસે લેવાની સુચના
આ અંગે જીલ્લા વેકસીનેશનના કોઓર્ડીનેટર ડો.ગોસ્વામીએ એક વાતચીતમાં જણાવેલ કે, કોરોના રસીનો બીજાે ડોઝ અગાઉ ૨૮ દિવસે આપવાની ગાઇડલાઇન હતી. જે સમયગાળામાં કેન્દ્ર સરકારએ ફેરફાર કરી હવે ૪૫ દિવસે આપવાની સુચના આપી છે. જે ફેરફારના કારણે બીજાે ડોઝ આપવા બાબતે અસંમજસની સ્થિતિ સર્જાય છે. પરંતુ બીજાે ડોઝ લેવા આવતા લોકોને સમજાવી ૧૫ દિવસ બાદ આવવા સ્ટાફ દ્વારા જણાવવામાં આવે છે.ચારેક દિવસથી બીજા ડોઝની શોર્ટેજ હોય જે અંગે ઉચ્ચકક્ષાએ ધ્યાન દોર્યુ છે અને ત્યાંથી બેએક દિવસમાં ડોઝની શોર્ટેજ દુર થઇ જશે તેવું જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews