ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે હાલની આ વિકટ પરિસ્થિતિમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૩૦ એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. આજ ૧૦ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી મંદિર પરિસર શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ બંધ રહેશે જેની સર્વેએ નોંધ લેવી.
શ્રી ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. જાે કે હાલ કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાયતે માટે શ્રી ખોડલધામ મંદિર પરિસર શ્રદ્ધાળુઓ માટે આગામી ૩૦ એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રાખવા માટેનો મહત્વનો ર્નિણય લેવાયો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા લોકહિતમાં ર્નિણય લેવાયો છે કે વધતા કોરોના સંક્રમણને કારણે ૧૦ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવું. આથી ૩૦ એપ્રિલ સુધી શ્રદ્ધાળુઓ મા ખોડલના પ્રત્યક્ષ દર્શન નહીં કરી શકે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર સંપૂર્ણ બંધ રહેશે. શ્રદ્ધાળુઓ દરરોજ મા ખોડલના દર્શન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટરના માધ્યમથી ઘરે બેઠાં કરી શકશે. ઓનલાઈન પૂજા વિધિ કરી ધ્વજારોહણ કરી શકાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અપીલ કરે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews