વેરાવળ-રાજકોટ વચ્ચે તા.૧૨ એપ્રીલથી અનરિઝવર્ડ સ્પેશ્યલ ટ્રેન પાટા ઉપર દોડતી થશે

0

કોરોના કાળમાં એક વર્ષથી વધુ સમયથી બંધ એવી સૌરાષ્ટ્રની જનતા માટે મુસાફરીનો એક કાયમી માઘ્યમ બની ગયેલ વેરાવળ-રાજકોટ વચ્ચે અનરીઝર્વ્‌ડુ ટ્રેન તા.૧૨ એપ્રીલથી શરૂ કરવાનો ર્નિણય રેલ વિભાગ કરેલ હોવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સવારે ૮ વાગ્યે રાજકોટથી ઉપડી બપોરે ૧૨ઃ૩૦ વેરાવળ આવશે. જયારે વેરાવળથી સાંજે ૫ઃ૩૫ ઉપડી રાત્રે ૧૦ વાગ્યે રાજકોટ પહોંચશે. નવી ટ્રેન શરૂ થવા અંગે રેલ ડિવિઝનના અધિકારી માશૂક અહમદએ જણાવેલ કે, યાત્રીઓની સુવિધા માટે રેલ્વે દ્વારા વેરાવળ-રાજકોટ વચ્ચે તા.૧૨ એપ્રિલથી અનરિઝર્વ્‌ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય કરેલ છે. જેમાં ટ્રેન નં.૯૫૧૪/૯૫૧૩ વેરાવળ-રાજકોટ-વેરાવળ દૈનિક અનરિઝર્વ્‌ડ સ્પેશીયલ ટ્રેન દોડશે. ટ્રેન નં.૯૫૧૩ રાજકોટથી દરરોજ સવારે ૮ઃ૧૦ વાગ્યે ઉપડી તે જ દિવસે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે વેરાવળ પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં.૯૫૧૪ વેરાવળથી દરરોજ સાંજે ૫ઃ૩૫ વાગ્યે ઉપડી તે જ દિવસે રાત્રે ૧૦ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન રસ્તામાં આદ્રી રોડ, ચોરવાડ રોડ, માળીયાહાટીના, કેશોદ, લુશાલા, બંધનાથ, શાપૂર, જૂનાગઢ, વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રિબડા, કોઠારીયા અને ભક્તિનગર સ્ટેશનો ઉપર બંને તરફથી રોકાશે. આ ટ્રેન તા.૧૨ એપ્રિલથી આગળની સૂચના સુધી દોડશે. વેરાવળ-રાજકોટ-વેરાવળ (૦૯૫૧૪/૦૯૫૧૩) અનરિઝર્વ્‌ડ સ્પેશિયલ ટ્રેનમાં ભાડું મેઇલ-એક્સપ્રેસના અનરિઝર્વ્‌ડ કોચ જેટલું રહેશે. અત્રે નોંધનીય છે કે, કોરોનાનું અનલોક થયુ ત્યારથી સૌરાષ્ટ્રવાસીઓ વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેન શરૂ કરવા માંગણી કરી રહયા હતા. કારણ કે, નોકરીયાત, વિદ્યાર્થી સાથે અપડાઉન કરતા મઘ્યમ અને નાના વર્ગના લોકોને પરવડે તેવા ભાડાથી આ ટ્રેન અગાઉ દોડતી હતી. એક પ્રકારે વેરાવળ-રાજકોટ વચ્ચે દોડતી ટ્રેન મઘ્યમ અને નાના વર્ગના લોકો માટે લાઇફલાઇન સમાન બની ગઇ હતી. જેથી આ ટ્રેન ફરી શરૂ થતા સૌરાષ્ટ્રના મઘ્યમ વર્ગનો મુસાફરી માટે ભોગવવી પડી રહેલ હાડમારીથી છુટકારો થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!