ગીર સોમનાથ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો અજગરી ભરડો તો બીજી તરફ જવાબદાર જીલ્લાના તંત્ર કોરોના કેસના આંકડા છુપાવવામાં મશગુલ બન્યા છે. માત્ર વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ ૧૮૦ થી વધુ કોરોનાના પોઝીટીવ દર્દીઓ હોમ કોરોન્ટાઇન છે. તો જીલ્લાનો આંક તો સેંકડોમાં હોવાની ચર્ચા છે. તંત્રના તાબોટા વચ્ચે ગ્રામ્ય સ્તરે લોકો સજાગ બન્યા છે. વેરાવળના આજાેઠા અને પંડવા ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી દેવાયું છે.
કોરોનાની બીજી લહેરમાં રાજયના મહાનગરોમાં દરરોજ કોરોનાના કેસોનો વિસ્ફોટ જાેવા મળી રહયો છે. હવે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાય ચુકયુ હોવાની દહેશત જાણકારો વ્યકત કરી રહયા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર કેવો છે તે કરાયેલ અમારા ગ્રાઉન્ડ જીરો રીપોર્ટમાં ચોંકવનારી હકકીતો સામે આવેલ છે. ગીર સોમનાથના જીલ્લા મથક વેરાવળ તાલુકાના ૫૩ ગામના સરપંચોનો ટેલીફોનીક સંપર્ક કરી કોરોનાના કેસની વિગતો જાણતા ચોંકાવનારી હકકીતો સામે આવી છે. જેમાં તાલુકાના ૫૩ પૈકી ૨૦ ગામોમાં કોરોનાનો કુલ ૧૮૦ એકટીવ કેસો હોવાનું જાણવા મળેલ છે. વેરાવળ તાલુકાના ૫૩ માંથી ૨૦ ગામોમાં કોરોનાના ૧૮૦ પોઝીટીવ કેસો
અમાએ તાલુકાના જુદા-જુદા ગામના સરપંચો સાથે ટેલીફોનીક વાત કરેલ હતી. જેમાં ગામડાઓમાં કોરોનાના કેટલા કેસો છે ? કેવી પરિસ્થિતિ છે ? તેવા સવાલો સરપંચોને પુછેલ હતા. જેમાં કેસોની જાણવા મળેલ સંખ્યા મુજબ તાલુકાના આજાેઠા ગામમાં-૨૫, બાદલપરા-૨૫, પંડવા-૨૨, માથાસુરીયા-૧૫, વડોદરા (ડોડીયા)-૧૩, ભાલપરા-૧૩, ચમોડા-૧૧, કિંદરવા-૯, ઉંબા-૩, ખેરાળી-૬, ડાભોર – ૩, દેદા – ૧, ભેરાળા – ૩, વાવડી (આદ્રી) – ૫, સીમાર – ૮, સવની – ૪, સુપાસી – ૬, મીઠાપુર – ૫, આંબલીયાળા – ૨, સોનારીયામાં – ૧ કેસ હોવાનું સરપંચોએ જણાવેલ છે.
આજાેઠા અને પંડવા ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન કરાયું
આજાેઠાના સરપંચ વાલીબેન વિરાભાઇ ભજગોતરએ જણાવેલ કે, ગામમાં કોરોનાના કેસોમાં વધારો થયો હોવાના કારણે ગ્રામજનોની સલામતીના ભાગરૂપે તા.૧૦ થી ૨૦ એપ્રીલ દસ દિવસ સુધી સ્વૈચ્છીક લોકડાઉન કરાયુ છે. આ સમયગાળા દરમ્યાન ગામમાં સવારે ૬ થી ૧૨ વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે ત્યારબાદના સમયગાળામાં ગામમાં તમામ દુકાનો-બજારો સંપૂર્ણ બંધ રહેશે. ગામમાં તમામ લોકોએ માસ્ક પહેરીને જ બહાર નિકળવાનું રહેશે અને સોશીયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. જયારે પંડવાના સરપંચ માલીબેન જેસાભાઇ બારડએ જણાવેલ કે, કોરોનાના કહેરને ઘ્યાને લઇ ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયુ છે. ગામમાં સવાર અને સાથે બે-બે કલાક દુકાનો ખુલી રહેશે. બાકીના સમયગાળામાં ગામ સંપૂર્ણ બંધ રહેશે. ગ્રામજનોને દુકાનો ખુલી રાખવાના સમયગાળામાં પોતાના કામો પતાવી લેવા સુચના આપવામાં આવી છે.
એક તરફ છેલ્લા ઘણા દિવસો દરમ્યાન કોરોનાની બીજી લહેરમાં ગીર સોમનાથ જીલ્લામાં સરકારી ચોપડે સરેરાશ ૧૦ કેસો જ આવી રહયા હોવાનું તંત્ર જાહેર કરે છે. તો બીજી તરફ મહાનગરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસોનો વિસ્ફોટ થઇ રહયાના નિર્દેશો અમારા ઇન્વેસ્ટીગેશન ગ્રાઉન્ડ રીપોર્ટમાં જાણવા મળેલ છે. ત્યારે જાે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોનો વિસ્ફોેટ શરૂ થશે તો તંત્ર વામણું પુરવાર થશે તેવી દહેશતના એંધાણ અત્યારથી વર્તાય રહયા છે. ત્યારે તંત્રએ ગ્રામ્ય વિસ્તોરમાંથી આવતા કેસો બાબતે પણ સજાગ થઇ કામગીરી કરવી જરૂરી બની છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી રહયુ છે ત્યારે તેને અટકાવવા બાબતે પણ ગ્રામજનો સર્તકતા દાખવવાનું શરૂ કરેલ હોવાનું અમુક સરપંચો સાથેની વાતચીતમાં જાણવા મળેલ છે. સરપંચોના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા બાબતે તબીબી નિષ્ણાંતો સાથે વાતચીત કરી તેમના મત મુજબ ગામોમાં જરૂરી પ્રતિબંધો લગાવવા, બહારના લોકોને પ્રવેશ ન આપવા જેવા પગલાઓ ભરવા આગળ વધી રહયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ કોઇપણ ભોગે અટકાવવા પ્રતિબંધો લગાવવા પડશે કે પગલા ભરવા પડશે તો તેમાં પીછેહઠ નહીં કરવાનો સુર સરપંચોએ વ્યકત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews