જૂનાગઢ જિલ્લા કલકેટર ડો. સૌરભ પારધી દ્વારા ગઈકાલે એક જાહેરનામુ બહાર પાડી અને જૂનાગઢ શહેરના ફરવાલાયક સ્થળ વિલીંગ્ડન ડેમ તેમજ ભવનાથ વિસ્તારમાં શનિ, રવિના દિવસો તેમજ જાહેર રજાના દિવસો દરમ્યાન જૂનાગઢ શહેરના તેમજ બહારગામાથી આવનારા સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે અને ૩૦ એપ્રિલ સુધી આ હુકમ જારી રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક અને ઘાતક સાબિત થઈ રહી છે. ગુજરાતભર અને દેશભરમાં હાહાકાર મચાવેલ છે. હોસ્પીટલના સ્મશાનના દ્રષ્યો રડાવી જાય છે તો બીજીતરફ સ્મશાનમાં પણ મૃતદેહોના ઢગલા થતા હોવાના કરૂણ દ્રષ્યો ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં જાેવા મળી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ કોરોનાનો કહેર આક્રમક બની રહયો છે. ગઈકાલની વાત કરીએ તો સોનાપુર સ્મશાન ખાતે એકથી વધારે મૃતદેહો અંતિમ વિધિ માટે આવ્યા હતા તેમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહો તેમજ અન્ય કારણસર મૃત્યુ પામેલા મૃતદેહો પણ આવ્યા હતા અને સોનાપુર સ્મશાન ખાતે અંતિમ વિધિ માટે વેઈટીંગના દ્રષ્યો સર્જાયા હતા. આવી પરિસ્થિતિ જૂનાગઢ શહેર અને જિલ્લાની છે. કોવિડના સત્તાવાર આંકડા જાેઈએ તો ગુરૂવારના દિવસે ૭૭ કેસ નોંધાયા હતા જયારે ગઈકાલ એટલે કે શુક્રવારે જાેઈએ તો ૮૯ જેટલા કેસો કોરોનાના નોંધાયા છે. જૂનાગઢ શહેરઅને જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે ત્યારે વધુ સાવચેતી અને તકેદારી રાખવાની જરૂરીયાત છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા ગઈકાલે તાત્કાલીક અસરથી એક જાહેરનામું બહાર પાડી અને હાલની નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીને ફેલાતા અટકાવવા માટે જૂનાગઢ શહેરના ફરવાલાયક સ્થળ એવા વિલીંગ્ડન ડેમ કે જયાં જૂનાગઢ શહેર તથા બહારગામથી આવતા સહેલાણીઓ માટે શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસો દરમ્યાન અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં પણ જૂનાગઢ શહેર તથા બહારના સહેલાણીઓની શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસો દરમ્યાન અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધાત્મક જાહેરનામુ તા. ૧૦-૪-ર૦ર૧થી તા. ૩૦-૪-ર૦ર૧ સુધી અમલમાં રહેશે તેમ જણાવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવી રહયો છે ત્યારે કોરોના કેસના ટેસ્ટીંગ અને વેકસીન મુકાવવાની કામગીરી પુરજાેશથી થઈ રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે જૂનાગઢ શહેરના વધુ ૮ નવા કોવિડ -૧૯ ટેસ્ટીંગ સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે અને આમજનતાને પણ અપીલ કરવામાં આવી છે કે આવો આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવીએ. દરમ્યાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં વધુ તકેદારીના પગલા લેવાઈ રહયા છે. કોરોનાના દર્દીઓને ખાસ કરીને ઓકસીજનના બાટલાની જરૂર પડતી હોય છે અને બાટલાની અછત સર્જાય તો સ્થિતિ વણસે તેવી ચિંતા પ્રવર્તી રહી છે પરંતુ જૂનાગઢમાં ઓકસીજનની સ્થિતિ ચિંતાજનક નહીં રહે તેમ જાણવા મળી રહેલ છે કારણ કે, જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં દસ દિવસ બાદ ઓકસીજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના જણાવ્યા અનુસાર હાલના સંજાેગોમાં ર૪ થી ૩૬ કલાકનો બફર સ્ટોક મેઈન્ટેઈન કરવામાં આવી રહેલ છે અને સિવીલ હોસ્પીટલનો પોતાનો જ ઓકસીજન પ્લાન્ટ નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે જેમાંથી ર૦ કિલોલીટર ઓકસીજન મળતો થઈ જશે જેને કારણે સાત દિવસનો બફર સ્ટોક રાખી શકાશે. આ પ્લાન્ટ દસ દિવસમાં કાર્યરત થઈ જશે એટલે ઓકસીજનના મામલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેમ ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews