કોરોનાનાં સંક્રમણને પગલે બાર એસોસિએશનની ચૂંટણી મુલત્વી

0

બાર એસોસિએશનની ૭ મે ર૦ર૧નાં રોજ યોજાનાર ચૂંટણી સ્થગિત કરવા આદેશ કરાયો છે. કોરોના મહામારીને લઈ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવાયો છે. દરમ્યાન નવો આદેશ ન થાય ત્યાં સુધી હોદ્દેદારો અને સભ્યો કાર્યકારી તરીકે ફરજ બજાવશે. જૂનાગઢ બાર એસોે.નાં યોગેન્દ્ર ઠાકુરે જણાવ્યું કે, બાર એસોસિએશનની વર્ષ ર૦ર૦-ર૧ની ચૂંટણી હોદ્દેદારોની મુદ્દત ડિસેમ્બર ર૦ર૧ સુધી વધારવા અથવા ૭ મેનાં રોજ ચૂંટણી કરવા જણાવાયું હતું. જાેકે હાલ કોરોના મહામારીને લઈને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા અન્ય કોઈ આદેશ ન મળે ત્યાં સુધી બાર એસોસિએશનની ચૂંટણી સ્થગિત કરવા જણાવાયું છે. દરમ્યાન હાલનાં તમામ હોદ્દેદારો તેમજ સભ્યો તરીકે કામગીરી કરવાની રહેશે તેમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં ચેરમેન હિરાભાઈ પટેલ, વાઈસ ચેરમેન શંકરસિંહ ગોહિલ અને ચેરમેન એકિઝકયુટિવ ભરત ભગતે જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews