સરકાર દ્વારા નિયત કરાયેલ પ્રમાણમાં જ ઓૈદ્યોગિક વપરાશ માટે ઓકિસજન જાય અને બાકીનો જથ્થો હોસ્પિટલને મળે તેની વોચ રાખવા પોલીસને આદેશ

0

કોવિડ-૧૯થી સંક્રમિત દર્દી માટે દવાની સાથે-સાથે ઓક્સિજનનો સપ્લાય પણ ખૂબ મહત્વનો હોય છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલોને સતત જરૂરીયાત મૂજબનો ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે સરકાર દ્વારા પણ મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યમાં કુલ ઉત્પાદનના ૬૦% ઓક્સિજન હોસ્પિટલ માટે અને ૪૦% ઓક્સિજન ઔદ્યોગીક વપરાશ માટે આપવા ર્નિણય થયેલ હતો. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં, હવેથી ૭૦% જથ્થો હોસ્પિટલ માટે અને ૩૦% જથ્થો ઔદ્યોગીક વપરાશ માટે ફાળવવા નક્કી કરવામાં આવેલ છે. પરંતુ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધ્યાને એ બાબત આવી હતી કે નકકી થયેલ પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલને મોકલવાની જગ્યાએ અમુક સપ્લાયર દ્વારા અમુક જથ્થો ઓૈદ્યોગીક એકમોની બરોબાર અપાવામાં આવી રહ્યો છે. જેથી આ સંદર્ભે હવેથી પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહીને ઓક્સિજન સપ્લાયરને ત્યાં સતત ચેકીંગ કરીને, નિયત જથ્થો હોસ્પિટલને મોકલવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવામાં આવશે. આ માટે રાજય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને આ કાર્યવાહી અસરકારક રીતે થાય તે માટે સૂચના આપવામાં આવેલ છે અને જાે કોઇ સપ્લાયર દ્વારા સરકારની માર્ગદર્શીકાનું પાલન ન થતું હોવાનું ધ્યાને આવે તો ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ડ્‌ર્ગ્સ અને કોસ્મેટીક્સ એક્ટ તથા એસેંસીયલ કોમોડીટીસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા પણ સૂચના અપાવામાં આવેલ છે. અગાઉ ડી.જી.પી. દ્વારા રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજાર ન થાય તે માટે પણ વોચ રાખવા અને જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવવા સંદર્ભેની પોલીસ સતત રીતે સઘન કાર્યવાહી કરતી રહે તે સુનિશ્ચિત કરવા ડી.જી.પી. દ્વારા ફરી તાકીદ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા.૧૧/૦૪/૨૦૨૧ના રોજ જાહેરનામા ભંગના તથા અન્ય ગુનાઓ મળી કુલ-૨,૧૧૨ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આવા ભંગ બદલ કુલ-૧,૯૧૭ વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત, જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ-૧૧,૪૭૯ વ્યકિતઓ પાસે દંડ વસુલ કરાયેલ છે. કર્ફયુ ભંગ બદલતથા એમ.વી. એકટ, કલમ-૨૦૭ની જાેગવાઇઓના ભંગ બદલ કુલ-૮૬૮વાહનો જપ્ત કરાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!