જૂનાગઢમાં ગરીબ પરિવારોને વિનામુલ્યે અનાજ વિતરણ કરાયું

0

માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો તેનાં અનુસંધાને એપ્રિલ મહિનાનાં બીજા રવિવારે તારીખ ૧૧-૪-૨૦૨૧નાં રોજ આદર્શ પ્રાયમરી સ્કૂલ , દુબડી પ્લોટ, ગરબી ચોક-જૂનાગઢ ખાતે જરૂરિયાતમંદ ૫૦ (પચાસ) કુટુંબોને ઘઉં, ચોખા, ખાંડ, નિમક(મીઠું), ચાની ભુકી, ચટણી વગેરે આપવામાં આવ્યું હતું. આ અનાજ વિતરણનાં પ્રસંગે સામાજીક કાર્યકરો જેમાં જૂનાગઢનાં ટેક્ષ કન્સલ્ટન્ટ ચંદુભાઈ લોઢીયા, ટેક્ષ એડવોકેટ પ્રતિકભાઈ મિશ્રાણી, યશભાઈ રાઠોડ, શ્રી ખોડીયાર મહિલા મંડળ-જૂનાગઢનાં ઉપપ્રમુખ રમીલાબેન ઘુચલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલા અને કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!