ગુરૂવારે જૂનાગઢ ભારતી આશ્રમે પૂ. ભારતી બાપુની પ્રાર્થનાસભા

0

જૂનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ શ્રી ભારતી આશ્રમનાં સંસ્થાપક અને જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજ તા.૧૧ એપ્રિલને રવિવારનાં રોજ બ્રહ્મલીન થતા તેઓને શ્રધ્ધાંજલી આપવા એક પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે. જેમાં ગુરૂવારે બપોરે ૩ થી ૬ જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે પૂ. ભારતી બાપુની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરાયું છે. જેમાં પૂ. હરીહરાનંદ ભારતીજી તેમજ કલ્યાણાનંદ ભારતીજી અને ઋષિ ભારતીજી મહાદેવ ભારતીજી સહિત સંતો પૂ. બાપુને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. વર્તમાન કોરોનાની મહામારીને લઈને આ પ્રાર્થનાસભામાં આવનાર સોૈ સંતો-ભકતોએ માસ્ક પહેરી, સેનીટાઇઝ થઈ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!