માંગરોળ સબ જેલનાં ૧૩ કેદી કોરોના પોઝિટિવ : જૂનાગઢ ખસેડાયા

0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં કોરોનાનાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમ્યાન માંગરોળ સબ જેલમાં રહેલા ૧૪ કેદી કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાંથી એક કેદી જામીન ઉપર મુકત થયેલ હોય જેથી ૧૩ કેદીઓને જૂનાગઢ લાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહેલ છે. આ અંગેની મળતી વિગત અનુસાર માંગરોળનાં મામલતદાર એમ.એન. રાયચુરાએ જણાવ્યું હતું કે, માંગરોળ સબ જેલમાં રહેલા ૧૪ કેદીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. એક કેદીની જામીન અરજી મંજુર થતા ૧૩ કેદીઓને શીફટ કરવા અંગેની કાર્યવાહી ગઈકાલે સાંજે કરી નાખવામાં આવી છે. અને આજે કોરોના ગ્રસ્ત બનેલા આ ૧૩ કેદીઓને જૂનાગઢ શીફટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન ૧૦૮ની ટીમ દ્વારા આ કેદીઓને જૂનાગઢ લાવવામાં આવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!