ગરમીનો પ્રકોપ : જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ૪૧ ડિગ્રી પાર તાપમાન

0

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩ દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર રહ્યો હોય આકરી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. એમાં પણ સોમવારે ૬ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે ગરમ લૂ અને વંટોળીયાથી રસ્તામાં ધૂળની ડમરીઓ ચડી હોય વાહન ચાલકોની હાલાકીમાં વધારો થયો હતો. ત્રણ દિવસથી પારો ૪૧થી ઉપર જ રહે છે. શનિવારે ૪૧, રવિવારે ૪૧.૮ અને સોમવારે ૪૧.પ ડિગ્રી ગરમી રહી હતી. મહત્તમ તાપમાન ઉંચુ રહેતા લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા હતા. બીજી તરફ બપોરનાં સમયે જ ૬ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે રસ્તા ઉપર ધૂળની ડમરી ચડી હતી. જયારે ગરમ લૂ ફેંકાતા લોકો ત્રસ્ત બન્યા હતા. સોમવારે લઘુત્તમ રર, મહત્તમ ૪૧.પ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે પ૩ અને બપોર બાદ ૧૪ ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ ૬ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!