કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા ૧૯ કેસો નોંધાયા છે. ગઈકાલે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં ૧૨, સુત્રાપાડામાં ૧, તાલાલામાં ૧, ગીરગઢડામાં ૫ નોંધાયા છે. ગઈકાલે જીલ્લામાં એક પણ મૃત્યું નોંધાયેલ નથી. તેમજ સારવારમાં દાખલ અર્થે ૨૩ દર્દીઓએ કોરોનાને મહાત આપી સ્વસ્થ બન્યા છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજાેશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં ૧,૦૮,૫૯૯ લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે વધુ ૫,૯૯૨ લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.
વેરાવળમાં સ્વૈચ્છીક આંશીક લોકડાઉનના ફીયાસ્કો : દુકાનો ખુલ્લી રહી
વેરાવળમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખી પાલીકાના શાસકોના અધ્યક્ષસ્થાને વેપારી, સામાજીક આગેવાનોની બેઠક મળી હતી. જેમાં શહેરમાં વેપાર ધંધા સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લા રાખી બાદમાં બંધ કરી દેવાના આંશીક લોકડાઉનનો ર્નિણય કરાયો હોવાની જાહેરાત કરાઈ હતી. જે ર્નિણયનો ખાણી-પીણીના ધંધાર્થીઓ છુપો વિરોધ કરી રહયા હતા. દરમ્યાન આંશીક લોકડાઉનના પ્રથમ દિવસે જ સાંજે ૫ વાગ્યે બજારો બંધ કરવાના સ્વૈચ્છીક ર્નિણયનો ખુદ વેપારીઓએ જ અમલ ન કરી દુકાનો ખુલી રાખેલ જાેવા મળતા હતા. શહેરની તમામ બજારો અને મુખ્ય માર્ગો ઉપર તમામ દુકાનો ખુલી જાેવા મળતા આંશીક લોકડાઉનના ફીયાસ્કોે થયોનું ચિત્ર જાેવા મળતું હતું. લોકડાઉનના ફીયાસ્કો અંગે વેપારી વર્તુળોમાં જુદી જુદી ચર્ચાઓએ વેગ પકડયો હતો.
ઉનામાં છ દિવસનું પૂર્ણ લોકડાઉન જાહેર કરાયું
ઉના શહેરમાં ચેમ્બેર ઓફ કોર્મસ દ્વારા તા.૧૩ને મંગળવારથી તા.૧૮ને રવિવાર સુધી છ દિવસનું પૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. જે અંગે ચેમ્બરર ઓફ કોમર્સના પ્રમુખ ઇશ્વરલાલ જેઠવાણીએ જણાવેલ કે, ઉના શહેર અને પંથકમાં વધી ગયેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ વેપારી, સામાજીક અને રાજકીય આગેવાનો સાથે બેઠક કરી હતી. કોરોના સંક્રમણ અંગે ઉંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી. જેના અંતે છ દિવસનું પૂર્ણ લોકડાઉન કરવાનો ર્નિણય કરાયો છે. લોકડાઉનના સમયગાળા દરમ્યાન શહેરમાં તમામ વેપાર-ધંધા સંદતર બંધ રહેશે. જયારે ફકત મેડીકલ અને દુધની ડેરીઓ ખુલ્લી રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews