કુદરતની મરજી વિના પાંદડું પણ હલી શકતું નથી અને હજારો લોકોની જયાં આજે પણ પરમકૃપાળુ પરમાત્મા સાથે શ્રધ્ધા જાેડાયેલી છે અને તેવા આપણા આ દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની થપાટ હજુ પણ ગુજયા કરે છે. થોડો સમય હળવું રહ્યા બાદ ફરી પાછું કોરોનાના સંક્રમિત થવાના ખતરાએ દેશની દિશા અને દશા ફેરવી નાખી છે. જૂનાગઢ સહિત ગુજરાતભરમાં પણ કોરોનાનો કાળઝાળ પંજાે આજે વધુ વિકરાળ બની ગયો છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષે જૂનાગઢ સીટી અને જિલ્લાના ૧૭ થી ૧૮ કેસ કોરોનાનાં નોંધાતા હતા. જયારે આ વખતની વાત કરીએ તો શરૂઆતથી ૩ર, ૪૦ અને છેલ્લા ચાર દિવસથી ૭૭, ૮૯, ૮૭ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે થયેલા મૃત્યુંનો આંકડો સત્તાવાર રીતે જાહેર થતો નથી. આવી ગંભીર પરિસ્થિતિ જૂનાગઢ શહેરની છે. જૂનાગઢની વિવિધ સોસાયટીઓમાં પણ કોરોનાના કેસોનો ઉછાળો આવ્યો છે. ગુજરાતનાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં શહેરોની હાલત અત્યંત કફોડી છે. આવી સ્થિતિ વચ્ચે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ કોરોનાની તિવ્ર અસર જાેવા મળી રહી છે. સરકાર દ્વારા સાવચેતીના પગલારૂપે કફર્યુ જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત મેળાવડા અને ઉજવણી ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વેકસીન આપવાની કામગીરી પણ સતત ચાલી રહી છે. તો બીજી તરફ કોરોના અંગેના ટેસ્ટ પણ કરવામાં આવી રહયા છે. આ બધું જ કરવા છતાં પણ પરિસ્થિતિ એવી છે કે, કોરોનાની રફતાર હજુ ઘટી નથી. હજુ પંદર દિવસ ખુબ જ આકરા છે અને આ દિવસોમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે પરંતુ લોકોએ પણ સેલ્ફ લોકડાઉન અને સેલ્ફ ડિફેન્સનું સુત્ર અપનાવવું પડશે. આજે હોસ્પીટલોમાં બેડની જગ્યા નથી, ઈંજેકશનો નથી, ઓકસીજન નથી, જરૂરીયાત મુજબ સારવાર મળી શકતી નથી અને સ્મશાનમાં વેઈટીંગના પાટીયા ઝુલે છે. આવી સ્થિતિ વચ્ચે સ્વયં સુરક્ષિત એ જ સાચો ઉપાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews