જૂનાગઢ જીલ્લામાં ૪ વ્યકિતનાં મૃત્યું સાથે કોરોનાના ર૧૮ કેસ

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ર૧૮ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૧૦૧, જૂનાગઢ ગ્રામ્ય ૧૩, કેશોદ ૧૬, ભેંસાણ ૧૧, માળીયા હાટીના ર૩, માણાવદર ૧પ, મેંદરડા ૭, માંગરોળ ૧ર, વંથલી ૬, વિસાવદર ૧૪નો સમાવેશ થાય છે. જયારે ડીસ્ચાર્જ ૩૩૯ લોકો થયા છે. જૂનાગઢ શહેરનાં બે તેમજ માળીયા હાટીના અને માંગરોળમાં ૧-૧ મળી કુલ ૪ વ્યકિતનાં કોરોનાથી મૃત્યું થયા છે.