જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનું વાતાવરણ જામી રહયું છે. આજે સવારે પણ વાદળો છવાયા હતાં અને મેઘરાજા હમણા મન મુકીને વરસશે તેવું વાતાવરણ સર્જાયું હતું પરંતુ માત્ર ઝાપટાં પડયા હતાં. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. આજે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બાદ વરસાદનાં ઝાપટા પડયા હતાં. જેમાં જૂનાગઢમાં પણ સવારે વરસાદનું ઝાપટુ વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સવારનાં વરસાદથી જૂનાગઢ ખાતે બે મીમી પાાણી પડયું હોવાનું જણાવ્યું હતું. આજે સવારે જૂનાગઢનું તાપમાન ર૭.૪ ડીગ્રી, વાતાવરણમાં ભેજ ૮૭ ટકા અને પવનની ગતિ ૧ર.૪ રહી હતી. જયારે ઉના ખાતે ગઈકાલે રાત્રીનાં અડધો ઈંચ વરસાદ પડયાનાં અહેવાલો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews