વંથલી પોલીસ સ્ટેશનમાં બદલી થયાની ઓળખાણ આપી વેપારીઓ સાથે છેતરપીંડી કરનાર લીંબુડાના શખ્સને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમસેટ્ટીની સુચના અનન્વયે કેશોદ ડીવીઝનના નાયબ પોલીસ અધિકારી જે.બી. ગઢવીના માર્ગદર્શન નીચે વંથલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વિશ્વાસઘાત/છેતરપીંડી અનડીટેકટ ગુન્હાઓને શોધવા અંગેની કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે વંથલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧ર૦૩૦૬૮ર૧૦ર૬૭ આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૧૭૦ મુજબનો દાખલ થયેલ હોય અને તેમાં આ કામના ફરીયાદીને આ કામના ફરીયાદીને આ કામના આરોપીએ વિશ્વાસમાં લઇ પોતાની વંથલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તરીકેની બદલી થઇ ગયેલ તેવી ઓળખાણ આપી ફરીની દુકાનમાંથી એસી-ર તથા એલઇડી ટીવી તથા મીક્ષર તથા ઇસ્ત્રી વિગેરે જેની કી. રૂા.૮૦,૮પ૦/-નો મુદામાલ આ કામનો આરોપી ફરીને વિશ્વાસમાં લઇ ગયેલ હોય જે અન્વયે પો.સબ. ઇન્સ. એસ. એન. ક્ષત્રિય તથા પોલીસ સ્ટાફ તથા સી.સી.ટી.વી. ફૂટેજ તથા ટેકનીકલ સેલના પોલીસ સબ.ઇન્સ. પી.એચ. મશરૂની મદદથી તપાસ કરતા મહેશભાઇ વિરમભાઇ રાઠોડ (ઉ.વ. ર૯) ધંધો પ્રા. નોકરી રહે. હાલ લીંબુડા તા. માણાવદર મુળ ગામ રાતીયા તા.જી. પોરબંદર વાળાને હસ્તગત કરી પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપેલ હોય તેમજ માણાવદર ખાતે આવેલ પારસ ઇલેકટ્રોનિકસ નામની દુકાનમાંથી પણ પોતે વસ્તુઓ વિશ્વાસઘાત/છેતરપીંડી કરી લીધેલ હોય જે ગુનાની કબુલાત આપતો હોય જેથી મજકુરને ઉપરોકત ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે. કબજે કરવામાં આવેલ મુદામાલ હેયર કંપનીના એસી નંગ-ર કી. રૂા. પ૮,૦૦૦/-, એલઇડી ટીવી નંગ-૧ કી. રૂા.૧૬,પ૦૦/-, મહારાજા કંપનીનું મીક્ષર નંગ-૧ કી. રૂા.ર૩પ૦/-, ગેસ સ્ટવ નંગ-૧ કી. રૂા. ર૧૦૦, સીલીંગ ફેન નંગ-૧ કી. રૂા. ૧૧પ૦/-, સ્ટેબીલાઇઝર નંગ-૧ કી. રૂા. ૪૦૦/- ઇસ્ત્રી નંગ-૧ કી. રૂા. ૩પ૦/-, મળી કુલ રૂપિયા ૮૦,૮પ૦/-નો છે. બાંટવાના પો. સબ ઇન્સ. પી.એસ. ઝાલા, વંથલી પો. સ્ટે.ના પો. હેડ કોન્સ. ડી. એમ. બેરીયા તથા પો. કોન્સ. પ્રતાપભાઇ શેખવા, સિધ્ધાંતભાઇ નીમાવત, બાબુભાઇ બાલસ, ભરતભાઇ ડાંગર, અરૂણભાઇ મહેતા તથા ડ્રાઈવર પો. કોન્સ. અતુલભાઇ દયાતર, જતીનભાઇ મહેતાએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!