કેશોદમાં ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

0

સમગ્ર દેશમાં ચોમાસા દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ તથા લોક ભાગીદારીથી કેશોદ શહેરમાં ડીપીએ રોડ સાર્વજનિક પ્લોટમાં એકસો વૃક્ષોનું વાવેતર કરી ઓકસીજન પાર્ક કરવામાં આવ્યો છે. જે વૃક્ષોને આજુબાજુના રહેવાસીઓએ દતક લઈ વૃક્ષોનો ઉછેર અને જતન કરવાનો સંકલ્પ કર્યો છે. વૃક્ષારોપણ વખતે વન વિભાગ કર્મચારીઓ ડીપી રોડ રહેવાસીઓની ઉપસ્થિતિમાં ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરી ઓકસીજન પાર્કનું જતન કરવાના સંકલ્પ સાથે વૃક્ષોનો ઉછેર જતન કરવા ડીપી રોડના સ્થાનીકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!