દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર મુકેશ પંડયાએ ઠાકોરજીને શીશ ઝુકાવી ચાર્જ સાંભળ્યો

0

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરની પણ બદલી કરવામાં આવી હતી અને ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે મુકેશ પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા નવનિયુક્ત જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ ગઈકાલે પ્રથમ પોતે દ્વારકાધીશ જગત મંદિરે જઇ ઠાકોરજીના દર્શન કર્યા હતા અને બાદમાં તેઓએ પોતાનો ચાર્જ સાંભળ્યો હતો. દેવભૂમિ દ્વારકા કલેક્ટરનો ચાર્જ સાંભળ્યા બાદ તેઓએ દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ પરિમલભાઈ નથવાણી તેમજ સમિતિના સદસ્યો સાથે એક મિટિંગ યોજી હતી. જેમાં જગતમંદિર દ્વારકા ખાતે આવતા યાત્રિકો તેમજ દર્શનાર્થીઓ માટેની સવલતો તેમજ તેઓ માટે સુંદર વ્યવસ્થા અને સુવિધા થઈ શકે તેમજ અન્ય પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!