સરદારબાગ જૂનાગઢ વિસ્તારની ઉપયોગીતા, પ્રાથમિક જરૂરિયાતો અને સૌંદર્યકરણ માટે તંત્ર જાગૃત બને

0

આ છે જૂનાગઢનો સરદારબાગ વિસ્તાર, જૂનાગઢ મહાનગરની મધ્યમાં આવેલ નવાબી સમયનો જાજરમાન એવો નવાબોનો એ સમયનો રહેણાંક વિસ્તાર. તો હાલ વર્ષોથી લોકોને મહત્વનો, વાહન વ્યવહાર માટે દૈનિક અવરજવર માટે લોકઉપયોગી આ વિસ્તાર ચાર એૈતિહાસિક હેરિટેજ દરવાજાઓ અને ત્રણ મહત્વના રસ્તાઓથી જાેડાયેલ છે. જુદી જુદી સરકારી મહત્વની લોકઉપયોગી ૧૫ જેટલી સરકારી કચેરીઓથી ધમધમતો આ વિસ્તાર  જૂનાગઢ શહેરના લોકોને , જૂનાગઢ જિલ્લાના હજારો લોકોને કામ સબબ ઉપયોગમાં લેવાતા આ એરિયાના મહત્વના રસ્તાઓ વર્ષોથી વિવિધ કારણોસર તૂટેલા, પ્રાથમિક એવી સ્ટ્રીટલાઈટની સંપૂર્ણ સુવિધા ન હોવી, વિસ્તારમાં જરૂરી એવી અસુવિધાઓનો સામનો લોકો વર્ષોથી કરી રહ્યા છે.સરદારબાગનાં રસ્તાઓનું મહત્વ ઃ બસસ્ટેન્ડ, સરદારબાગમાંથી કલેક્ટર ઓફિસ, અક્ષરમંદિર, વંથલી રોડને જાેડતો પૂરક રસ્તો. ઝાંઝરડા રોડને કલેક્ટર કચેરી, અક્ષર મંદિરથી જાેડતો હજારો લોકોને ઉપયોગી મહત્વનો રસ્તો. વિવિધ સોસાયટીઓને સરદારબાગમાંથી ઝાંઝરડા રોડથી જાેડતો પૂરક રસ્તો.

આ વિસ્તાર રોજિંદા હજારોની સંખ્યામાં લોકોને, વાહનચાલકોને, રાહદારીઓને ખુબ ઉપયોગી છે. સુયોગ્ય રસ્તાઓ થવાથી મુખ્ય રસ્તાઓનો ટ્રાફિક ડાઇવર્ટ અને હળવો થશે. સરદારબાગ વિસ્તાર ત્રિજીયા ત્રિકોણ આકારે છે. નવાબી સમયના ચાર હેરિટેજ દરવાજાઓ આવેલ છે, જેની જાળવણી બિલકુલ નથી. સાથે જ સરદારબાગના મુખ્ય ગેટમાંથી એન્ટર થતા આગળ રસ્તાની બંને તરફ સુંદર કોતરણી કામવાળા નવાબી કાળના હેરિટેજ લાઈટ પોલ (હવે ૦૮ રહ્યા છે. ) આવેલ છે જે આ વિસ્તારની શોભામાં વધારો કરે છે જે પણ બંધ છે શરૂ અને રિનોવેટ થાય તો સુંદર દ્રશ્યમાન થઈ શકે . જાણવણી, ઉપયોગ અને કલરના અભાવે રહ્યા છે. ઉપરોક્ત બંને બાબતો એ માટે પણ જરૂરી મહત્વની છે કે અહીં સરદારબાગમાં જ  ‘જૂનાગઢ મ્યુઝિયમ’ આવેલ છે જ્યાં દેશ સહીત વિદેશના મુલાકાતીઓ આવે છે. તો સરદારબાગમાં જ નવાબી સમયનો રંગમંચ બિલ્ડીંગનો પણ રચનાત્મક વિશેષ ઉપયોગ થઇ શકે તેવો કલાત્મક અને સુવિધાવાળો રંગમંચ અહીં આવેલો છે. સરદારબાગના નવાબના રહેણાંક મકાનમાં હાલ કાર્યરત સરકારી કચેરીમાં પણ સ્વચ્છતા જાળવણીના અભાવે બાંધકામને અંદર અને બહારના ભાગમાં નુકશાન થયેલ છે. જવાબદારી ત્યાં કાર્યરત કચેરીઓના અધિકારી/કર્મચારી કે લગત પીડબલ્યુડી કે આર એન્ડ બી વિભાગની છે. સરદારબાગમાં વિવિધ જગ્યાઓએ સાઈડ ઉપર બિન જરૂરી પથ્થરો, માટી કસ્તરના ઢગ અને રસ્તા ઉપર મોટા ઉકરડા હોવા આ રસ્તા ઉપર સૌ માટે અયોગ્ય છે. સ્ટ્રીટ લાઇટ ન હોવાથી રાત્રીના એકલ દોકલ નીકળવું મુશ્કેલ છે. સરદારબાગમાંથી જ કલેક્ટર ઓફિસના પાછળના વિસ્તારમાં આવેલી ૩ થી ૦૪ સોસાયટીઓ ગુલિસ્તાન, ખરાવાડ  વિગેરેએ આવેલ છે. જ્યાં રહેતા હજારો  વાહનચાલકો, રાહદારીઓને સરદારબાગથી લઇ તે વિસ્તારનો મુખ્ય રસ્તો પણ તૂટેલ છે, કેમ ફક્ત લઘુમતી વિસ્તાર હોવાથી ? આ સરદારબાગ વિસ્તારમાં જાે ફરીથી સુયોગ્ય દ્રષ્ટિકોણથી લગત પીડબલ્યુડી, આર એન્ડ બી વિભાગ, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવે તો આ સરદારબાગ વિસ્તાર ઝળહળી ઉઠે તેમ છે અને હજારો નાગરિકોને ઉપયોગી આશીર્વાદરૂપ થઈ શકશે. સરદારબાગનો મુખ્ય વિશાળ ચાર પોલ વાળા હેરિટેજ દરવાજાનું હેરિટેજ રીતે રીનોવેશન જરૂરી છે.  જે શહેરમાંથી પસાર થતા મુખ્ય રસ્તા ઉપર હોવાથી લોકો તેને નિહાળે છે. જેમાં આગળ બોર્ડ, કચરાના ઢગ, પોલ, નાના બાંધકામ કે અન્ય વસ્તુઓ અને જાળવણીના અભાવે ઝાડ અને ઇલેકટ્રીક વાયરો પસાર થાય છે. તો ઘોરીપીર મસ્જિદની બાજુમાં ઝાંઝરડા રોડ તરફના  વિશાળ બે પીલોર વાળા હેરિટેજ દરવાજાની પાસે રસ્તા ઉપરની સામેની દીવાલ તોડવાથી ત્યાંનો વણાંક મોટો અને ઉપયોગી થઇ શકે.  દરવાજાના પીલોર સર્કલના પણ બની શકે તેમ છે. ઝાંઝરડા પુલની પહેલા આવેલ પેરી પ્લાઝા કોમ્પ્લેક્સની સામે સરદાર બાગના અંદરની જગ્યા મ્યુઝીયમનો પાછળનો ભાગ જેતે વિભાગ હસ્તકમાંથી હેતુફેર થઇ શકે તેમ હોય તો લોક સુખાકારી માટે ત્યાં વિશાળ જાહેર બગીચો , બાળક્રીડાંગણ, હોબી સેંટર વિગેરે બની શકે તેમ છે. જે  જૂનાગઢ પશ્ચિમ તરફની વિશાળ વસ્તીના નાગરિકો પરિવારો માટે મહત્વનો બની રહેશે અને જગ્યાના સૌંદર્યકરણથી જગ્યાનો સદઉપયોગ થઇ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!