જૂનાગઢનાં તોરણીયા ગામેથી એસઓજીએ રૂા.ર.૬પ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો

0

જૂનાગઢમાં ત્રણ દિવસ પહેલા ૭ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સનાં ભાડાનાં મકાનમાંથી એસઓજીએ વધુ ર૬ કિલો ગાંજાે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજી પીઆઈ ભાટી સહિતનાં સ્ટાફે ત્રણ દિવસ પહેલા તોરણીયા ખડીયા રોડ ઉપરથી રીક્ષા લઈને નીકળેલા શોકતમિયા કાસમમિયા બુખારી નામનાં શખ્સને ૭.૪૬૦ કિલો રૂા.૭૪ હજારનાં ગાંજા સાથે ઝડપી લઈને ત્રણ દિવસનાં રિમાન્ડ મેળવી વધુ પૂછતાછ કરતા આ શખ્સે તોરણીયા ખાતે ભાડાનાં મકાનમાં છુપાવેલ ર૬.૬પ૦ કિલો ગાંજાે પકડી પાડયો હતો, એસઓજીએ વધુ ર,૬પ,પ૬૦ રૂપિયાનો ગાંજાે ઝડપીને સ્થાનિક નશાખોરોનાં નેટવર્કનું પગેરૂ દબાવ્યું છે. પીઆઈ ભાટીએ જણાવ્યું કે, આ જથ્થો સુરતનાં શખ્સ પાસેથી લાવીને શોકતમિયા જૂનાગઢમાં છૂટક વેંચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!