જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ૧૦૦ ટકા રસીકરણની કાર્યવાહી સંપન્ન થાય તે માટે ગુજરાત સરકાર અને સ્થાનીક તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત રાજયનાં અનેક વિસ્તારોમાં વેકસીન મહાઅભિયાનનો કાર્યક્રમ ચાલી રહયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ વેકસીન મહા અભિયાન શરૂ થયું છે આ દરમ્યાન ગુરૂવારે એકજ દિવસમાં ર૦,૯ર૩ લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલે એટલે શુક્રવારે રસીનો જથ્થો ખલાસ થઈ જતાં સેન્ટરોને બંધ કરવાની નોબત આવી હતી. જાે કે આજે શનિવારે જૂનાગઢ શહેરનાં ર૩ સેન્ટરો ઉપર રસીકરણની કામગીરી હાથ ધરાઈ રહી હોવાની મહાનગરપાલિકાનાં હેલ્થ ઓફીસર ડો. રવિ ડઢાણીયાએ જણાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા યુવા વર્ગને રસીકરણ થાય તે માટેનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવવી પડતી હતી પરંતુ તેમાં મુશ્કેલી ઉભી થતાં ઓન ધ સ્પોટ સ્થળ ઉપર જ નોંધણી થાય છે અને રસીકરણનો કાર્યક્રમ થાય છે. જૂનાગઢ શહેરમાં ર૩ જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે જેમાં રસીકરણ કરવામાં આવી રહયું છે. ગઈકાલે કોરોના વેકસીન ખલાસ થઈ જતાં ગઈકાલે બપોર બાદ મનપાનાં વેકસીન સેન્ટરને બંધ કરવાની ફરજ પડી હતી એટલું જ નહી ૬ જેટલા વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પોનું આયોજન થયું હતું તે પણ શનિ-રવિ દરમ્યાન કરવામાં પડે તેવી સર્જાઈ હતી. દરમ્યાન ગઈકાલે મોડેથી વેકસીનનો જથ્થો આવી પહોંચતા આજે જૂનાગઢ મહાનગરમાં આવેલા ર૩ સેન્ટરો ઉપર રસીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમ મનપાનાં હેલ્થ ઓફીસર ડો. રવિ ડઢાણીયાએ જણાવ્યું હતું તેમજ પાંચ સંસ્થાઓમાં રસીકરણ કેમ્પનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહયો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews