જૂનાગઢ સહિત સોરઠનાં કેટલાક વિસ્તારોમાં ભીમ અગિયારસનાં આગલા દિવસે હળવાથી ભારે વરસાદ પડયો હતો અને ર થી પ ઈંચ જેવા વરસાદને પગલે ખેડૂતોએ શુકનવંતી વાવણી પણ કરી દીધી હતી અને ઘણા ખરા વિસ્તારોમાં હજુ પણ વાવણી થઈ નથી તેવા અહેવાલો મળી રહયા છે. દરમ્યાન ચોમાસાની સીઝન શરૂ થઈ ચુકી છે અને ૧પમી જૂન તથા ભીમઅગીયારસનો સમયગાળો પણ જતો રહયો છે અને વરસાદની રાહ જાેવાઈ રહી છે. જાે કે દરરોજ વાદળછાયું વાતાવરણ સર્જાય છે અને સોરઠમાં હળવાથી ભારે વરસાદનો દોર ચાલી રહયો છે આ દરમ્યાન આગામી પ જુલાઈ સુધી વરસાદની શકયતા નહી હોવાની આગાહી કરવામાં આવી છે. કૃષિ યુનિ. ગ્રામિણ મોસમ વિભાગનાં ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, વરસાદ માટે દરીયામાં પવનની ઝડપ ૩૦ થી ૩પ નોટની હોવી જાેઈએ તેના બદલે હાલ પવનની ઝડપ માત્ર ૧૦ થી ર૦ નોટ જ રહે છે અને હાલની સ્થિતિ જાેતા પ જુલાઈ સુધી વરસાદ ખેંચાશે. સૌરાષ્ટ્ર સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આજ સ્થિતિ રહેશે. બીજી તરફ વાવણી લાયક કે વાવણી બાદ પિયત મળે તેવો વરસાદ થશે નહી જેથી ખેડૂતોએ વાવેતર કર્યુ હોય તો પિયતની તૈયારી રાખવી પડશે. ફુવારા પધ્ધતિથી પણ પાણી આપવું તેમ જણાવ્યું હતું. દરમ્યાન આજે પણ જૂનાગઢ શહેર અને સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ સાથે ઝાપટા વરસે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews