શનિ-રવિની રજામાં ભવનાથ, રોપ-વે અને સક્કરબાગ ખાતે પ્રવાસીઓ ઉમટી પડયા

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં કોરોનાનો કહેર ઓછો થતાં હરવા-ફરવા ઉપર લાદેલા કડક પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે અને છૂટછાટ પ્રાપ્ત થઈ છે ત્યારે લોકો હરવા-ફરવાનાં સ્થળે ઉમટી રહયા છે. ખાસ કરીને જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢનાં પ્રખ્યાત એવા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે શનિ-રવિનાં બે દિવસમાં સંખ્યાબંધ લોકોએ મુલાકાત લીધી હતી. ગઈકાલનાં દિવસે ૪૧૬પ પ્રવાસીઓ સક્કરબાગ – ઝુ ખાતે ઉમટી પડયા હતા જયારે ગિરનાર રોપ-વે ખાતે આ બે દિવસમાં અંદાજીત ૮૦૦૦ લોકોએ રોપ-વેની સફર માણી હતી અને અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. જૂનાગઢનાં ફરવાલાયક સ્થળોમાં હાલ ખૂબજ આકર્ષણ રૂપ એવા સક્કરબાગ-ઝુ,  રોપ-વે તેમજ ભવનાથ વિસ્તારમાં પણ ગઈકાલે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ ઉપરાંત જૂનાગઢ નજીક આવેલા વિલિંગ્ડન ડેમ, હસનાપુર ડેમ વગેરે જગ્યાએ પણ લોકો જાેવા મળ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!