પશુના વાડામાં એક સાથે ત્રણ સાવજાે ઘુસ્યાનો વિડીયો વાયરલ થયો

0

ગીરના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામડામાં આવેલ પશુના વાડામાં એક સાથે ત્રણ-ત્રણ પાઠડા સાવજાે ઘુસી ગયા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કલાકો સુધી આંટાફેરા મારતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. સોરઠમાં કોઈ એક ગામની આ ઘટના હાલ સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ છે. જેમાં એક વિડીયોમાં ખેડૂતનાં પશુ બાંધવાનાં વાડામાં બાંધેલ માલઢોરની સામે ગમાણમાં જ ત્રણ પાઠડા ઘુસી લટાર મારતા નજરે ચડી રહયા છે. પશુઓ માટે રાખેલ ચારો જયાં રાખવામાં આવ્યો હતો તે ચારા ઉપર ત્રણેય પાઠડા સિંહ લટાર મારીને કલાકો સુધી આંટાફેરા મારતા હોવાનું નજરે ચઢી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!