જુલાઈથી ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક એકાઉન્ટ, એલપીજી સિલિન્ડર, કરવેરા માળખામાં થશે ફેરફાર

0

૧, જુલાઇ ૨૦૨૧થી ડ્રાઇવિંગ લાયસન્સથી લઇને બેંક ખાતાઓ સુધી ચાર મોટા બદલાવ જાેવા મળશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેવીંગ બેંક એકાઉન્ટ માટેના સર્વિસ ચાર્જ બદલશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થશે, કરવેરાના માળખામાં પણ ફેરફાર જાેવા મળશે.

એસબીઆઇના ગ્રાહકો માટે નિયમોમાં ફેરફાર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ૧, જુલાઇ ૨૦૨૧થી એસબીઆઇના તમામ ખાતા ધારકો માટે સુધારેલ નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. એટીએમમાંથી ઉપાડ, ચેક બુક, મની ટ્રાન્સફર અને અન્ય વ્યવહારો માટેના ચાર્જમાં ફેરફાર થશે. જાે કે આવા એકાઉન્ટ માટે લઘુત્તમ બેલેન્સ શૂન્ય રહેશે. ૧, જુલાઇ બાદ એટીએમ કે બ્રાંચના માત્ર ચાર વ્યવહારો વિનામૂલ્યે રહેશે. ત્યારબાદ ગ્રાહકે રૂા.૧૫ જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

એલપીજીના ભાવમાં સુધારો

એલપીજીના ભાવ એટલે કે રાંધણ ગેસની કિંમતમાં દર પખવાડિયે સુધારો થાય છે. ઓઇલ કંપનીઓ માર્કેટમાં ચડાવ ઉતાર અને માંગ અને સપ્લાય વચ્ચેના અંતર પ્રમાણે ભાવમાં ફેરફાર કરે છે.

કરવેરાવિવાદસે વિશ્વાસ

સરકારે આ સપ્તાહે વિવાદસે વિશ્વાસ યોજના બે મહિના એટલેકે ૩૦, જૂનથી ૩૧, ઓગસ્ટ સુધી લંબાવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સ

હવે શીખાઉ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નહીં રહે. ૧, જુલાઇથી આ માટે નવી સિસ્ટમ શરૂ કરાશે. કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ અભ્યાસક્રમ સંપૂર્ણ કર્યા બાદ જરૂરી માપદંડોની પૂર્તતા બાદ નિયત કરાયેલી ડ્રાઇવિંગ સ્કૂલમાંથી જ કાયમી લાયસન્સ મળી જશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!